Only Gujarat

Bollywood FEATURED

16 વર્ષની એક્ટ્રસ પર આવ્યું હતું શાહિદ કપૂરના પિતાનું દિલ, આ કારણે તૂટી હતી મેરેજ લાઈફ

મુંબઈઃ ભારતના જાણીતા થિએટર આર્ટિસ્ટ અને પોતાના અભિનય માટે જાણીતા ટીવી અને ફિલ્મ એક્ટર પંકજ કપૂર 66 વર્ષના થઈ ગયા છે. 29, મે 1954માં પંજાબના લુધિયાણામાં જન્મેલા પંકજે ‘કરમચંદ’, ‘નિમ કા પેડ’ અને ‘ઓફિસ ઓફિસ’ સહિત અનેક ટીવી શૉમાં દમદાર એક્ટિંગ કરી હતી. તો ‘જાને ભી દો યારો’, ‘મંડી’, ‘ગાંધી’, ‘ખામોશ’, ‘આઘાત’, ‘રોજા’, ‘બ્લૂ અમ્બ્રેલા’, ‘મકબૂલ’, ‘દસ’ અને હલ્લાબોલ જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગની છાપ છોડી હતી.

પંકજની પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો તેમણે બે લગ્ન કર્યા છે. પહેલાં લગ્ન 1975માં નીલિમા અઝીમ સાથે કર્યા હતાં. 21 વર્ષના પંકજનું દિલ 16 વર્ષની નીલિમા પર આવી ગયું હતું. બંનેએ લગ્ન કર્યા અને તેમનો એક દીકરો શાહિદ કપૂર છે. શાહિદ કપૂર તેના પિતાની ખૂબ જ નજીક છે.

નીલિમા અને પંકજ 1984માં અલગ થઈ ગયા હતાં. એક ઇન્ટર્વ્યૂમાં નીલિમાએ કહ્યું હતું કે, ‘હું કહેવા માગુ છું કે અલગ થવાનો નિર્ણય મારો નહોતો. આ એક સત્ય હતું. તે તેમની પર્સનલ લાઇફમાં આગળ વધી ગયા હતાં. આ વાત પચાવવી મારા માટે ખૂબ જ મુશ્કેલ હતી.’

નીલિમા સાથએ અલગ થયાં પછી પંકજે સુપ્રિયા પાઠક સાથે લગ્ન કર્યા હતાં. સુપ્રિયા અને પંકજને બે દીકરા છે. સુપ્રિયા અને પંકજ કપૂરની પહેલી મુલાકાત 1986માં થઈ હતી.

તેમણે તેમના કરિયરની શરૂઆત 1982માં શ્યામ બેનેગલની ફિલ્મ આરોહનથી કરી હતી. આ પછી તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પંકજ સ્કૂલ અને કૉલેજ દરમિયાન થિએટરમાં ખૂબ જ એક્ટિવ હતા. પંકજ ભણવામાં ખૂબજ હોંશિયાર હતાં અને 1973માં તેમણે એન્જીનિયરિંગમાં ટૉપ કર્યું હતું.

ફિલ્મો સાથે તેઓ પરિવારનું પણ ધ્યાન સારી રીતે રાખે છે. શાહિદ પણ તેના પિતાને ખૂબ જ પ્રેમ કરે છે, પણ એક રિપોર્ટ મુજબ શાહિદને તેના પિતા ગુસ્સે થાય તે જરાય પણ પસંદ નથી.

You cannot copy content of this page