Only Gujarat

Bollywood FEATURED

ફક્ત 5500 રૂપિયા લઈને મુંબઈ આવ્યો હતો સોનુ સુદ, આજે છે કરોડોનો માલિક

સોનૂ સૂદ અત્યારે પ્રવાસી મજૂરોની સેવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યો છે. બીજાં રાજ્યોમાંથી કામ માટે મુંબઈ આવેલા આ લોકો લૉકડાઉનના કારણે ફસાઇ ગયા છે. તેમને ઘરે પહોંચાડવાની જવાબદારી અત્યારે સોનૂ સૂદ નિભાવી રહ્યો છે. તે જાતે બસો દ્વારા આ મજૂરોને તેમના વતન મોકલી રહ્યો છે. સાથે-સાથે તેમના ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરી રહ્યો છે. લોકો અત્યારે સોશિયલ મીડિયામાં સોનૂને ગરીબોનો ભગવાન ગણાવી રહ્યા છે. જે એક્ટર અત્યારે હજારો લોકોની મદદ કરી રહ્યો છે, તેના વિશે આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે, તે મુંબઈ આવ્યો ત્યારે તેની પાસે માંડ સાડા પાંચ હજાર રૂપિયા જ હતા.

સંઘર્ષના દિવસોની વાત કરતાં સોનૂએ જણાવ્યું કે તેણે કરિયરની શરૂઆત દિલ્હીમાં મૉડેલિંગથી કરી હતી. તેનો પ્લાન હતો કે, થોડા પૈસા ભેગા કરી મુંબઈ સ્ટ્રગલ માટે જશે. સોનૂએ જણવ્યું કે, દિલ્હીમાં એક-દોઢ વર્ષ સુધી શોઝ કર્યા બાદ તેણે સાડા પાંચ હજાર ભેગા કર્યા હતા.

તેને લાગ્યું કે, આટલા પૈસામાં તે મુંબઈમાં એક મહિનો તો સર્વાઇવ કરી જ લેશે, પરંતુ આ પૈસા મુંબઈમાં પાંચ-છ દિવસમાં જ પૂરા થઈ ગયા. પછી તેને ઘરેથી મદદ લેવી પડી.

જોકે એ જ સમયે તેના જીવનમાં ચમત્કાર થયો, જેની તેને આશા હતી. તેને પહેલો બ્રેક મળી ગયો. તેને એલ એડ માટે ફોન આવ્યો. આ એડ માટે તેને એક દિવસના 2000 રૂપિયા મળી રહ્યા હતા.

સોનૂએ જણાવ્યું કે, તેને ફિલ્મ સિટી જવું હતું અને તેને લાગતું હતું કે, આ એડના આરણે તેને લોકો નોટિસ કરશે, પરંતુ થયું એવું કે, ત્યાં તો 10-20 હટ્ટા-કટ્ટા છોકરાઓ ઊભા હતા. એ એડમાં તે પાછળ ડ્રમ વગાડી રહ્યો હતો એ તો સરખો દેખાતો પણ નહોંતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર 5500 રૂપિયા લઈને મુંબઈ આવનાર સોનૂ સૂદ પાસે અત્યારે લગભગ 17 મિલિયન ડૉલરની સંપત્તિ છે. જો તેને ભારતીય કરન્સીમાં ગણવામાં આવે તો સોનૂ 130 કરોડનો માલિક છે.

સોનૂ સૂદે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે તેના ઘરને સ્વર્ગ માને છે, તેનું ઘર અંદરથી ખૂબજ વૈભવી છે. 2600 વર્ગ ફુટમાં બનેલ ચાર બેડરૂમ, હૉલ અપાર્ટમેન્ટ છે. સોનૂ સૂદ પહેલીવાર મુંબઈ આવ્યો ત્યારે એક રૂમમાં ત્રણ-ચાર લોકો સાથે રહેતો હતો, આજે ખૂબજ વૈભવી ઘરમાં રહે છે. જ્યાં એક્ટરને માનસિક શાંતિ મળે છે.

You cannot copy content of this page