Only Gujarat

Bollywood FEATURED

સલમાન ખાનનો વિવાદિત શો શરૂ પણ નથી થયો ને લીક થઈ ગઈ ‘બિગ બોસ’ના ઘરના અંદરની તસવીરો

મુંબઈઃ સલમાન ખાન ‘બિગ બોસ’ની નવી સિઝન સાથે ફરીવાર ટીવી પર આવવા તૈયાર છે. ‘બિગ બોસ 14’નો પ્રથમ એપિસોડ 3 ઓક્ટોબરે ઓનએર થશે. એવામાં ફેન્સની આતુરતાનો અંત આવશે. દરેક આ વખતે શોમાં કયા સેલેબ્સ આવશે અને સેટ કેવો હશે તે જાણવા માગે છે. આ દરમિયાન શો માટેના ‘બિગ બોસ’ના ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ છે. આ તસવીરોમાં બિગ બોસના ઘરની ભવ્યતા જોઈ શકાય છે. દિવાલ પર લાઈટ પેઈન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બેડરૂમથી લઈ બાથરૂમ સુધી દરેક કોર્નરને સુંદરતા સાથે ડેકોરેટ કરવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ તસવીરોને Mr Khabri_official નામના ઈન્સ્ટા અકાઉન્ટ પરથી શેર કરવામા આવ્યા છે.

કોરોના વાઈરસના સંક્રમણના કારણે આ વખતે શોનો સેટ મુંબઈની ફિલ્મસિટીમાં જ તૈયાર કરવામાં આવ્યો છે. મેકર્સ કોરોના વાઈરસના કારણે તૈયારી બાબતે ગંભીર છે. આ વખતે ઘરની બનાવટમાં પણ ઘણા ફેરફાર કરવામા આવ્યા છે, બેડરૂમની તસવીરોમાં પણ તમામ બેડ સિંગલ જોવા મળી રહ્યાં છે.

વળી આ વખતે લિવિંગ રૂમનો સ્પેસ પણ વધારવામા આવ્યો છે. આ વખતના લિવિંગ રૂમને સિલ્વર કલરના સોફા વડે સજાવવામાં આવ્યો છે. અહીં સિટિંગ એરિયાના સોફા રેનબો કલરના છે.

બિગ બોસના ઘરની માહિતી આપનાર ટ્વિટર હેન્ડલ ‘ધ ખબરી’એ જણાવ્યું હતું કે, ઘરની અંદર ડબલ બેડ નહીં હોય. આ સાથે જ કોઈપણ સ્પર્ધક પોતાનો બેડ અન્ય સ્પર્ધક સાથે શેર નહીં કરી શકે.

આ ઉપરાંત સ્પર્ધકો પોતાની પ્લેટ કે ગ્લાસ પણ બીજા સ્પર્ધક સાથે શેર નહીં કરી શકે. સામાન્ય રીતે જે સ્પર્ધકો વચ્ચે સારા સંબંધો હોય છે તેઓ એક પ્લેટમાં જમવાનું શેર કરતા હોય છે. આ ઉપરાંત એકબીજાની બોટલ પણ શેર કરતા હોય છે. જોકે આ વખતે આમ કરવાની મંજૂરી મળશે નહીં.

બિગ બોસમાં શો દરમિયાન ઘણા ટાસ્ક આપવામા આવતા હોય છે જેમાં ઘણીવાર ટીમ સાથે રમવાનું રહે છે. ઘણીવાર એકલા જ મુકાબલો લેવાનો હોય છે. આવામાં ઘણીવાર ટીમ ગેમમાં ફિઝિકલ ટચની શક્યતા વધી જાય છે, જોકે આ વખતે આમ નહીં જોવા મળે. શોના પ્રારંભિક અઠવાડિયામાં સ્પર્ધકોને કોઈપણ એવી ટાસ્ક નહીં આપવામા આવે જેના કારણે તેઓ એકબીજાના સંપર્કમાં આવે.

કોરોના સંક્રમણની સ્થિતિને જોતા દર અઠવાડિયે સ્પર્ધકોનો કોરોના ટેસ્ટ થશે. રિપોર્ટ્સ અનુસાર, શોમાં ભાગ લેનારા સ્પર્ધકો હાલ ક્વોરેન્ટાઈનમાં છે. આ સાથે તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામા આવશે.

શોમાં સામેલ થનારા સ્પર્ધકોને શોપિંગ મોલ, રેસ્ટોરાં, એક નાના થિએટર જેવી સુવિધાઓ આપવામાં આવશે. આ સુવિધાઓ દરેક સિઝનથી અલગ છે. મેકર્સ કહે છે કે, સંપૂર્ણ લોકડાઉન દરમિયાન લોકોને ઘરની બહાર જવાનો, શોપિંગ કે બહાર ખાવાનો અને થિએટરમાં ફિલ્મ જોવાની તક મળી નથી. આ કારણે સ્પર્ધકોને શોમાં સુવિધા આપવામાં આવશે.

આ શો માટે ફાઈનલ થયેલા સ્પર્ધકોની લિસ્ટ સામે આવી છે, જેમાં સિંગર રાહુલ વૈદ્ય, એજાઝ ખાન, નિશાંત મલકાની, જાસ્મિન ભસીન, નેહા શર્મા, પવિત્રા પુનિયા, નૈના સિંહ અને સિંગર કુમાર સાનુનો દીકરો કુમાર જાનૂ પણ સામેલ છે.

સલમાન ખાન બિગ બોસની નવી સિઝન માટે કુલ 450 કરોડની ફી લેવાનો છે. આ હિસાબે મેકર્સ એક એપિસોડ માટે સલમાનને 20 કરોડ રૂપિયા આપશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page