Only Gujarat

Bollywood

64ની ઉંમરમાં પણ સનીપાજી દર બે કલાકે ભૂલ્યા વગર કરે છે આ કામ

મુંબઈઃ સની દેઓલ 64 વર્ષના થઈ ગયાં છે. તેમનો જન્મ 19 ઑક્ટોબર 1956માં પંજાબના લુધિયાના એક ગામમાં થયો હતો. ‘ઢાઈ કિલો કા હાથ જબ પડતાં હૈ તો આદમી ઉઠતાં નહીં, ઉઠ જાતા હૈ’ ડાયલોગ માટે ફૅમશ સની 64 વર્ષની ઉંમરે પણ ખૂબ જ એક્ટિવ છે. ફિટ રહેવા માટે તે રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે. ઉલ્લેખનીય છે કે, સની દેઓલ દરેક બે કલાકે કંઈકને કંઈક ખાયછે. તેમનું હેલ્થી રહેવાનું એક બીજુ સિક્રેટ એ પણ છે કે તે દારૂ અને સિગારેટને હાથ પણ લગાવતાં નથી.

સની દેઓલ માટે ખુદને ફિટ રાખવા તેમની પહેલી જરૂરિયાત છે. તે નિયમિત રીતે યોગા અને એક્સરસાઇઝ કરે છે. જોકે, પીઠની સમસ્યાને લીધે તે લિફ્ટિંગથી દૂર રહે છે. આ ઉપરાંત તે રોજ આઉટડોર ગેમ્સ રમવાનો પણ પ્રયત્ન કરે છે. સની રોજ 1 કલાક ટેબલ ટેનિસ રમે છે.

એક ઇન્ટરવ્યૂમાં સની દેઓલે કહ્યું હતું કે, સવારે તે નાસ્તામાં બેસન અને મકાઈના લોટની રોટલી સાથે, દહીં, માખણ, ચટણી અને લસ્સી લે છે. આ ઉપરાંત સની સફરજનને યોગર્ટમાં મિક્સ કરી લે છે.

સની દેઓલ ખાવામાં મોટાભાગે વેજ ફૂડ જ પસંદ કરે છે. જોકે નોનવેજમાં તે માત્ર ચિકન લે છે. સની દેઓલની પસંદનું શાક આલૂ-ગોબી છે. આ ઉપરાત મિસ્સી રોટી સાથે ઘરે બનેલું બટર ખાય છે. ડ્રિન્ક્સમાં સની દેઓલને કોફી પસંદ છે.

ટેબલ ટેનિસ અને સ્ક્વેશ ઉપરાંત સની જ્યારે પણ ક્યાંક બહાર શૂટિંગ કરે છેતો પહાડો પર ટ્રેકિંગ કરવાનું ભૂલતાં નથી. તેમનું માનવું છે કે ફિઝિકલી અને મેન્ટલી ફિટ રહેવા માટે સ્પોર્ટ્સથી બહાર સારું કંઈ જ નથી. આ ઉપરાંત તે રોજ સ્વિમિંગ પણ કરે છે.

સની દેઓલ રેગ્યુલર એક્સરસાઈઝ સાથે પોતાનો આરામ અને ખાવા પીવાનું પણ પૂરતું ધ્યાન રાખે છે. તે જંક ફૂડ, દારૂ અને સિગારેટથી દૂર રહે છે. મિઠાઇને તે હાથ પણ લગાવતા નથી. સની દેઓલ મોટેભાગે ઘરનું જ ખાવાનું પસંદ કરે છે.

ખાવામાં તેમને રોટલી, દાળ, ભાત, શાક અને પાપડ પસંદ છે. આ ઉપરાંત તે સ્પાઉટ્સ પણ લે છે. તેમના ડાયટમાં દૂધ-દહીં અને લીલા શાકભાજી જરૂર હોય છે.

તેમને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મને મેથીના પરાઠા ખૂબ જ પસંદ છે. હું યોગ્ય સમયે લંચ અને ડિનર કરું છું. આ સાથે જ દર બે કલાકે કંઈકને કંઈક ખાતો રહું છું. એટલા માટે ફિટ રહું છું.’

સની દેઓલે 1983માં ફિલ્મ ‘બેતાબ’થી ડેબ્યુ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ‘મંજિલ’, ‘અર્જુન’, ‘રામ-અવતાર’, ‘ત્રિદેવ’, ‘ચાલબાઝ’, ‘આગ કા ગોલા’, ‘ઘાયલ’, ‘નરસિમ્હા’, ‘દામિની’, ‘બોર્ડર’, ‘ગદ્દર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સનીએ હાલમાં જ તેમની ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી દિકરા કરણ દેઓલને લોન્ચ કર્યો હતો. આ ફિલ્મમાં કરણની હીરોઇન સહર બામ્બા હતી.

You cannot copy content of this page