Only Gujarat

FEATURED National

રાહતસામ્રગી દાદા માટે બની આફત, રડી રડીને હાલ બેહાલ, ધારાસભ્યે કરી એવી મજાક કે….

પટનાઃ બિહારમાં પૂરના કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. પૂરના કારણે ઘરોમાં પાણી ઘુસી ગયા હોવાથી લોકો સ્થળાંતર કરવા મજબૂર થયા છે. આ સમયે સરકાર હેલિકોપ્ટર થકી રાહત સામગ્રી પહોંચાડી રહી છે. પરંતુ આ મદદના ચક્કરમાં એક વૃદ્ધનું જીવન બરબાદ થયું. વાસ્તવમાં ફૂડ પેકેટ પહોંચાડવા આવેલા હેલિકોપ્ટરની હવાને કારણે એક વૃદ્ધે પોતાની છાતીએ વળગાવી રાખેલા 25 હજાર રૂપિયા ભરેલી થેલી(પાકિટ) ઊડીને ક્યાંક પડી ગયું અને તે વ્યક્તિની તમામ બચત ખોવાઈ ગઈ. આ ઘટના ગોપાલગંજના બરોલીના નેઉરી ગામનો છે.

ગોપાલગંજના બરોલીના નેઉરી ગામમાં પૂરના કારણે લોકો ગંડક નહેર પાસે શરણાર્થી તરીકે રહે છે. જેમાં શિવજી ચૌધરી નામના વૃદ્ધ પણ છે. જે પોતાની બચતના પૈસાને એક થેલીમાં રાખીને છાતીએ લગાડીને બેઠા હતા. શિવજીએ આ પૈસા પોતાની ભેંસ વેચીને ભેગા કર્યા હતા.

રાહત સામગ્રી વેચવા આવેલું હેલિકોપ્ટર તેમની ઉપર જ હોવાથી હવાના કારણે શિવજીની પૈસાની પોટલી ઊડી ગઈ. જેના કારણે શિવજીના રડી-રડીને હાલ બેહાલ થયા હતા. લોકોએ તેમના પૈસાની પોટલી શોધવાનો પ્રયાસ કર્યો પણ સફળતા ના મળી.

શિવજી ચૌધરી પાસે એક પણ પૈસો ના બચ્યો હોવાનું સાંભળી સ્થાનિક ધારાસભ્ય મોહમ્મદ નેમ્મતુલ્લાહ ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે શિવજીને સાંત્વના પાઠવી 400 રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો. જોકે વૃદ્ધે પૈસા લેવાનો ઈન્કાર કર્યો અને ધારાસભ્યની કોઈ વાત સાંભળી નહીં.

You cannot copy content of this page