Only Gujarat

Bollywood FEATURED

‘તારક મહેતા’ની એક્ટ્રેસનો દીકરો થયો આઠ મહિનાનો, આ રીતે કરી ઉજવણી

મુંબઈઃ કોરોના મહામારીની અસર ઓછી નથી થઈ. ભારતમાં દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જોકે, સરકારે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અનલૉકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ ઘરની બહાર ભાગ્યે જ નીકળે છે. એવામાં સેલેબ્સ પોતાની સાથે જોડાયેલા કિસ્સા-ઘટનાને સોશિયલ મીડિયા પર શેર કરે છે જે વાઈરલ થતા હોય છે. આ દરમિયાન લોકપ્રિય ટીવી શો ‘તારત મેહતા કા ઊલ્ટા ચશ્મા’માં રિટા રિપોર્ટરનો રોલ કરતી પ્રિયા આહૂજાનો દીકરો 8 મહિનાનો થયો. પ્રિયાએ આ અંગે પોતાના ઘરે ઊજવણી પણ કરી હતી. આ સેલિબ્રેશનમાં ટીવી શો સાથે જોડાયેલા અમુક સ્ટાર્સ પણ સામેલ થયા.


ટીવી શો ‘તારત મેહતા કા ઊલ્ટા ચશ્મા’ હંમેશા શોના કન્ટેન્ટ કે કલાકારોને કારણે ચર્ચામાં રહે છે. પ્રિયા અને તેના પતિ માલવ રાજદાએ પોતાના દીકરાના 8 મહિનાના થવા પર સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન શોમાં ગોલીનો રોલ કરતો કુશ શાહ અને નિધિ ભાનુશાલી પણ સામેલ થયા હતા.

પ્રિયાએ દીકરા સાથેની અમુક તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેણે તસવીરોના કેપ્શનમાં લખ્યું કે,‘…અને તુ 8 મહિનાનો પણ થઈ ગયો. એવું લાગી રહ્યું છે કે હાલ 8 અઠવાડિયાનો થયો છે..સમય તો દોડી રહ્યો છે. મારા લાડલા દીકરા તને અઢળક વહાલ.’

27 નવેમ્બરે પ્રિયાએ દીકરાને જન્મ આપ્યાની માહિતી શેર કરી હતી. પ્રિયાએ તે દરમિયાન દીકરાની તસવીર શેર કરતા લખ્યું હતું કે,‘અમારા ઘરમાં વધુ એક સભ્યનો ઉમેરો થયો. દીકરો થયો. અમે ઘણા ખુશ છીએ.’પ્રિયા લગ્નના 8 વર્ષ બાદ માતા બની. તે એક ક્ષણ માટે પણ પોતાના દીકરાથી દૂર રહેવા માગતી નથી.

પ્રિયાએ દીકરા અને પતિ માલવા સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. ફોટોશૂટની તમામ તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. પ્રિયા અને માલવ ટીવી શો ‘તારત મેહતા કા ઊલ્ટા ચશ્મા’ના સેટ પર જ મિત્ર બન્યા અને પછી પ્રેમમાં પડ્યા.


બંનેએ 19 નવેમ્બર 2011માં લગ્ન કર્યા હતા. પ્રિયા આહૂજા ટીવી શો ‘તારત મેહતા કા ઊલ્ટા ચશ્મા’ ઉપરાંત ‘હોન્ટેડ નાઈટ્સ’ અને ‘છજ્જે-છજ્જે કા પ્યાર’ જેવા ટીવી શોઝમાં કામ કરી ચૂકી છે.

You cannot copy content of this page