Only Gujarat

Bollywood

બોલિવૂડની આ તસવીરો જોઈને હસવું નહીં રોકી શકું એ વાત નક્કી!

મુંબઈઃ વિતેલા જમાનાની યાદો આજે પણ આપણા મનમાં તાજી છે. એ સમયની કેટલીક યાદો એવી છે, જે તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે. મેટ ગાલામાં અજીબો ગરીબ લૂક જોઈને તમને હસવું આવતું હશે પરંતુ આપણે ત્યાં આવા ફોટોશૂટ બહુ પહેલાથી થતા આવ્યા છે. 80 અને 90ના દાયકાની સ્ટાઈલની જ વાત કરી લો એ સમયે હેર સ્ટાઈલથી લઈને ડ્રેસિંગ સેન્સ સુધી બધુ અજીબ હતું. ચાલો જોઈએ આવી જ કેટલીક તસવીરો.

જેકી શ્રૉફનું આ ફોટોશૂટ તમારે જરૂર જોવું જોઈએ. કદાચ તમે આ ફોટો પહેલા નહીં જોયા હોય. આમ તો તમને જણાવી દઈએ કે જેકી આજે પણ બોલીવુડમાં એક્ટિવ છે અને એક પછી એક દમદાર કિરદારોથી દર્શકોનું દિલ જીતી રહ્યા છે. તેઓ જલ્દી જ ‘સૂર્યવંશી’ અને ‘રાધે- યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’માં નજર આવશે.

સલમાન ખાન અને આદિત્ય પંચોલી આજે કદાચ પોતાની આ તસવીરો નહીં જોવા માંગે. આદિત્યે તો આ ફોટોશૂટ માટે ન્યૂડ પોઝ આપ્યો હતો. અને જરા સલમાનને તો જુઓ. જણાવી દઈએ કે એક તરફ જ્યા આદિત્ય પંચોલી મોટા પડદા પરથી ગાયબ થઈ ગયા છે તો સલમાન આજે સુપરસ્ટાર કહેવાય છે.

આજે શક્તિ કપૂર અને રેખા પોતાની આવી તસવીરો જોઈએ પોતે જ શરમાઈ જશે..હે કે નહી….

એક વાર તો અક્ષયને તમે પૂછવા માંગશો કે આ શું પહેર્યું છે? તો ગોવિંદા અને જુહી ચાવલાએ તો તમામ હદો પાર કરી દીધી છે.

1980-90નો દાયકો કાંઈક અજીબો ગરીબ અથવા તો કહી શકો કે રસપ્રદ હતો. એ સમયની ફેશન સેન્સ કાંઈક અલગ જ હતી.

You cannot copy content of this page