Only Gujarat

Bollywood

એશની સુંદરતામાં ખોવાઈ ગયો હતો સંજુબાબા, બહેનોએ ચોખ્ખું કહ્યું કે જો જો એની સાથે…

મુંબઈઃ સંજય દત્તે પોતાની જિંદગીમાં નાયકથી ખલનાયક બનવા સુધીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. તેની બાયોપિકમાં તેની જિંદગીની એક ઝલક ચાહકો જોઈ ચુક્યા છે. સંજય દત્તના અનેક રિલેશનશિપ સમાચારોમાં રહી ચુક્યા છે. તે ખુદ કહી ચુક્યા છે એક સાથે તેનું ઘણી છોકરીઓ સાથે અફેર હતુ પરંતુ તેઓ પકડાયા નહોતા. ખૂબસૂરત ચહેરા જોઈને દિલ હારતા સંજય દત્ત ઐશ્વર્યા રાય પર પણ ફિદા થઈ ચુક્યા છે. આ વાતનો ખુલાસો તેણે પોતાના જૂના ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સંજય દત્ત કરતાં ઐશ્વર્યા રાય 15 વર્ષ નાની છે.

ત્યારે મૉડેલિંગ કરતી હતી ઐશ્વર્યાઃ વાત 1993ની છે. સંજય દત્ત અને ઐશ્વર્યા રાયને એક મેગેઝીનનું કવર શૂટ કરવાનું હતું. એ સમયે ઐશ્વર્યા ફિલ્મોમાં નહોતી આવી. તે મૉડેલિંગ કરી રહી હતી અને કેટલી એડ્સમાં દેખાઈ હતી.

પહેલી વાર જોઈને ફિદા થઈ ગયા હતા સંજયઃ એક મેગેઝીનના ઈન્ટરવ્યૂમાં સંજયે કહ્યું હતું કે, ઐશ્વર્યાને કોલ્ડડ્રિંકની એડમાં જોઈને તે હોશ ખોઈ બેઠા હતા. તેણે કહ્યું હતું કે એશને જોઈને તેમનું એવું રિએક્શન હતું કે, આ ખૂબસૂરત છોકરી કોણ છે?

બહેનોએ લગાવી હતી ક્લાસઃ જો કે સંજય દત્તની બહેનોએ તેને કહ્યું હતું કે તે ઐશ્વર્યાથી દૂર રહે. એ સમયે સંજૂબાબાની ઈમેજ બેડ બૉય તરીકે બની ચુકી હતી. સૌને તેના છોકરીઓવાળા કિસ્સા પણ ખબર પડી ગયા હતા.

બહેનોને પસંદ હતી ઐશ્વર્યાઃ સંજય દત્તે જણાવ્યું હતું કે તેની બહેનોને ઐશ્વર્યા ખૂબ જ પસંદ હતી. તેમને એશ ખૂબ જ ખૂબસૂરત લાગતી હતી.

બહેનોએ આપી હતી આવી શિખામણઃ બહેનોએ સંજૂને ચેતવણી આપી હતી કે, તેને પટાવવાનો પ્રયાસ ન કરતો. ન તો તેનો ફોન નંબર માંગીશ કે ન તો તેને ફૂલ મોકલીશ.

 

સંજૂએ એશ માટે કહી હતી આ વાતઃ જો કે એ સમયે સંજયે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઐશ્વર્યા જો ફિલ્મોમાં આવશે તો તેની ખૂબસૂરતી ખોવાઈ જશે. તેનુ લોજીક હતું કે જો તમે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં આવો છો કે બધુ બદલવા લાગે છે, તમે મેચ્યોર થવા લાગો છે અને માસૂમિયત ખોઈ બેસો છો.

આવી રીતે કર્યા હતા એશના વખાણઃ સંજય દત્તે એ ઈન્ટરવ્યૂમાં ઐશ્વર્યાના વખાણ કરતા કહ્યું હતું કે, જો કે રસ્તા પર ઉભી રહી જાય તો તમામ ગાડીઓ તેના માટે ઉભી રહી જશે. પરંતુ જો હું ઉભો રહીશ તો લોકો મારા પર ગાડી ચડાવી દેશે.

ઐશ્વર્યા સાથે કરી ફિલ્મોઃ આ ઘટનાના એક દાયકા બાદ સંજય અને ઐશ્વર્યાએ ફિલ્મ ‘શબ્દ’ અને ‘હમે કિસી સે કમ નહીં’માં સાથે કામ કર્યું હતું.

You cannot copy content of this page