Only Gujarat

FEATURED National

છોકરીની નકલી પ્રોફાઈલ બનાવી કરતો હતો ચેટ, ફોસલાવીને કર્યું અપહરણ પરંતુ અંતે…

કાનપુરઃ માણસ પૈસા માટે ગમે તે કરી શકે છે. આવી જ એક ઘટના યુપીના કાનપુરમાં બની હતી. અહીંયા દેવુ ચૂકવવા માટે મિત્ર ધર્મકાટાના મેનેજર બૃજેશ પાલનું અપહરણ કર્યું હતું. જે બાદ તેના ઘરના લોકો પાસે 20 લાખ રૂપિયા ખંડણીની માંગણી કરી. એવું ન કર્યું તો નશીલું કોલ્ડડ્રિંક પીવડાવી તેનું ગળું દબાવી દીધું. મોત થતા શબને કૂવામાં ફેંકી દીધું. અપહરણના 13 દિવસ બાદ મંગળવારે જ્યારે પોલીસ મુઠભેડ દરમિયાન આરોપીની ધરપકડ થઈ તો આખીયે ઘટના સામે આવી. પોલીસના પ્રમાણે જેણે બૃજેશનું અપહરણ અને હત્યા કરી, તે તેનો મિત્ર હતો અને યુવતી બનીને તેની સાથે વૉટ્સએપ પર ચેટ કરતો હતો. આવી રીતે હનીટ્રેપમાં તેને ફસાવ્યો અને અડધી રાત્રે બોલાવીને ગુનાને અંજામ આપ્યો.

ભોગનીપુર પોલીસ સ્ટેશનના ગામ ચૌરાના નિવાસી શિવનાથ પાલના 24 વર્ષના દીકરા બૃજેશ પાલનું ભોગનીપુર ચાર રસ્તા પાસે આવેલા નેશનલ ધર્મકાંટાથી 15 જુલાઈએ મોડી રાત્રે અપહરણ થયું હતું. બીજા દિવસે તેના ઘરે ફોન કરીને 20 લાખની ખંડણી માંગવામાં આવી હતી. રકમ ચૂકવવા માટે પાંચ દિવસનો સમય મળ્યો હતો.

પોલીસને શંકા એવી રીતે ગઈ, કારણ કે બૃજેશ બે મોબાઈલ રાખતો હતો. એકમાં વૉટ્સએપ ચલાવતો હતો, બીજા ફોનનો ઉપયોગ કૉલિંગ માટે કરતો હતો. જ્યારે અપહરણ થયું ત્યારે, ઘરેથી નિકળતા સમયે તે વૉટ્સએપવાળો મોબાઈલ ઘરે જ ભૂલી ગયો હતો.

પોલીસના પ્રમાણે કેટલાક દિવસોથી બૃજેશ સાક્ષી નામની યુવતી સાથે વાત કરી રહ્યો હતો. બંને વચ્ચે ફોન પર ક્યારેય વાત નહોતી થઈ. પોલીસની તપાસમાં એ પણ ખુલાસો થયો કે 15 જુલાઈની રાત્રે સાક્ષી અને બૃજેશ વચ્ચે ચેટ થઈ હતી. ચેટના માધ્યમથી જ સાક્ષીએ તેને ઘરની બહાર બોલાવ્યો હતો.

પોલીસે મળેલા મોબાઈલમાંથી ચેટ રિકવર કરાવી. જે બાદ એક ડઝન નંબર સર્વેલન્સ પણ લગાવ્યા. જેમાંથી સાક્ષી નામનો નંબર ઘટનાની રાતથી જ બંધ હતો. જેથી પોલીસને શંકા ગઈ.

પોલીસે આ નંબરની વિગતો કઢાવી તો ખબર પડી કે નકલી આઈડીથી સિમ લેવામાં આવ્યું હતું. સર્વેલન્સની બી પાર્ટીની સીડીઆર કઢાવી. જે બાદ પોલીસ સુબોધ સુધી પહોંચી.

એસપી અનુરાગ વત્સના પ્રમાણે શંકાના આધારે પાડોશી ગામ કાન્હાખેડામાં રહેતા અને બૃજેશના મિત્ર સુબોધ સચાનને પકડવામાં આવ્યો હતો. સુબોધે બે ટ્રક ફાયનાન્સ પર લીધા હતા. જેના પૈસા ચૂકવવાના બાકી છે. જેમાંથી એક ટ્રક તે પોતે ચલાવતો હતો.

ધર્મકાંટા પર આવતા જતા તેની દોસ્તી બૃજેશ સાથે થઈ હતી. દેવું ચૂકવવા માટે તેણે 15 જુલાઈની રાત્રે મેસેજ મોકલીને બૃજેશને બોલાવ્યો. પછી રાત્રે જ તેને નશીલું પીણું પિવડાવીને તેનું ગળું દબાવી દીધું. શબને કારમાં રાખીને પોતાના ગામના કૂવામાં ફેંકી આવ્યો. તેણે નિશાન આપ્યા બાદ જ શબ કાઢી શકાયું હતું.

એસપીના પ્રમાણે શબ એટલું ગળી ગયું હતું કે પિતા દીકરાને ઓળખી ન શક્યા. મોટાભાઈ રાજેશે કપડા પરથી તેને ઓળખ્યો. એસપીના પ્રમાણે સુબોધે એકલાએ જ હત્યા કરી હતી અને માર્યા બાદ ખંડણી માંગી હતી. તેને પકડી લેવામાં આવ્યો છે. તેના એક પગમાં ગોળી લાગી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીડિતના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા પાંચ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. અપરાધીઓ સામે રાસુકા લગાવવાનો નિર્દેશ આપ્યો. સાથે જ પોલીસની જવાબદારી પણ નક્કી કરવાનું કહ્યું છે. મામલાની સુનાવણી પણ ફાસ્ટટ્રેક કોર્ટમાં થશે, જેથી આરોપીને જલ્દી સજા થઈ શકે.

You cannot copy content of this page