Only Gujarat

FEATURED National

ફ્રાંસની આ ફેક્ટરીમાં બન્યું છે ફાઈટર જેટ રફાલ, તસવીરોમાં ફેક્ટરીનો અંદરનો નજારો

નવી દિલ્હીઃ ફ્રાંસથી 5 રાફેલ વિમાન 28 જુલાઈના રોજ ભારત પહોંચી ગયા. રાફેલને દુનિયાના સૌથી ખતરનાક ફાઇટર જેટમાંથી એક માનવામાં આવે છે. આ વિમાનના આવવાથી ભારતીય વાયુસેનાની શક્તિમાં અનેક ગણો વધારો થયો છે. આઠ ઓક્ટોબરે ફ્રાંસ અને તેને બનાવનાર કંપની દસોલ્ટ એવિએશન કંપનીએ ભારતને સત્તાવાર રાફેલ સોંપ્યું. તો આવો રાફેલ જે કંપનીમાં બન્યું તેની તસવીર જોઇએ..

ભારતે ફ્રાંસ અને દસોલ્ટની સાથે સપ્ટેમ્બર 2016 કરાર કર્યો હતો. તેમના હેઠળ 59 હજાર કરોડ રૂપિયામાં 36 રાફેલ ફાઇટર પ્લેનનો સોદો થયો હતો.

તેના હેઠળ ભારતમાં 30 સિંગલ સીટર અને 6 ટૂ સીટર વિમાન છે. ટૂ સીટર વિમાન પાયલટને ટ્રેનિંગ આપવા માટે છે. ભારતને આજે પાંચ વિમાન મળ્યા છે, જેમાં ચાર સિંગલ સીટર છે.

દસોલ્ટ એવિએશન ફ્રાંસની એરક્રાફટ મેનુફૈક્ટરિંગ કંપની છે, જે ઇન્ટરનેશનલ લેવલ પર મિલ્ટ્રી રિજનલ અને બિઝનેસ જેટ બનાવીને વેચે છે.

દસોલ્ટની સ્થાપના 1926માં માર્સેલ બલોચે કરી હતી. દ્વીતિય વિશ્વયુદ્ધ બાદ માર્સલ બલોચે તેમનું નામ બદલીને દસોલ્ટ રાખ્યું અને 20 જાન્યુઆરીએ 1847 કંપનીનું નામ બદલીને એવિયન્સ માર્સલ દસોલ્ટ કરી દેવામાં આવ્યું..

કંપનીએ રાફેલની સાથે મિરાજ અને ફાલ્કન જેવા ફાઇટર વિમાન પણ બનાવ્ચાં છે. મિરાજનો ઉપયોગ ભારત સાથે દુનિયાના 9 દેશો કરી રહ્યાં છે. ભારત પાસે 51 મિરાજ 2000 છે.

રાફેલ એક આધુનિક વિમાન છે. ફ્રાંસ છેલ્લા એક દશકથી તેનો ઉપયોગ કરે છે. દસોલ્ટની પાસે 264 રાફેલ વિમાનોનો ઓર્ડર છે. ફ્રાંસ હજુ 132 રાફેલનો ઉપયોગ કરે છે જ્યારે ભારતે 36, કતારે 24 અને ઇજિપ્તે 24 વિમાનોનો ઓર્ડર આપ્યો છે.

રાફેલ એક ફ્રેંચ શબ્દ છે, જેનો અર્થ તોફાન થાય છે. આ વિમાનની સ્પીડ 2,130 કિલોમીટર પ્રતિ કલાક છે અને મારક ક્ષમતા 3700 કિલોમીટર સુધીની છે.

રાફેલમાં કાસ ઇલેક્ટ્રોનિક વારફેયર સિસ્ટમ લાગેલ છે, જેના દ્વારા દુશ્મનની લોકેશનને જાણી શકાય છે. વિમાન 1 મિનિટમાં 60 હજાર ફૂટની ઊંચાઇ સુધી પહોંચી શકે છે અને તેનામાં 25,500 કિલો સુધીનું વજન વહન કરવાની ક્ષમતા છે.

ભારત પહેલા ઇજીપ્ત અને કતાર પણ આ વિમાન ખરીદી ચૂક્યા છે. તો બીજી તરફ ફિનલેન્ડ, મલેશિયા અને યૂએઇ અને સ્વિત્ઝરલેન્ડ ખરીદવાની તૈયારીમાં છે.

રાફેલની મિસાઇલ સિસ્ટમ પણ અત્યાધુનિક અને બેસ્ટ છે. આ વિમાન હવાથી હવા અને હવાથી જમીન પર ચોક્કસ નિશાન સાધતાં હથિયારને સાથે લઈ જવાની ક્ષમતા ધરાવે છે. રાફેલમાં લાગેલી મિટીયોર મિસાઇલ 150 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે. સ્કૈલ્ફ મિસાઇલ 300 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે. જ્યારે હેમરનો ઉપયોગ ઓછા અંતર માટે કરાય છે. આ મિસાઇલ આકાશથી જમીન પર પ્રહાર કરવામાં કારગર નિવડે છે.

You cannot copy content of this page