Only Gujarat

FEATURED International

યુવક હોંશે હોંશે લાવ્યો પ્રેમિકાને ઘરમાં પરંતુ દરવાજો ખોલે તે પહેલાં જ જોયું એવું કે…

લંડનઃ છોકરીને પ્રપોઝ કરવાના સંબંધિત અનેક મામલાઓ તમે જોયા અને સાંભળ્યા હશે. પરંતુ પ્રપોઝ કરવાની રીત વિનાશકારી હોય શકે છે, આ વાતની કલ્પના પણ નહીં કરી હોય. એક શખ્સે પોતાની ગર્લફ્રેન્ડનો પ્રપોઝ કરવા માટે આખું ઘર મીણબત્તીઓથી સજાવી દીધું, પરંતુ છોકરો કાંઈ કહે તે પહેલા આખું ઘર ખાક થઈ ગયું. છોકરાનો પ્રપોઝ કરવાનો આ આઈડિયા ખતરનાક સાબિત થયો.


થયું એવું કે, એક બ્રિટિશ વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે ઘરમાં અનેક મીણબત્તીઓ સળગાવી. સાથે જ તેણે અનેક ટી લાઈટ્સ લગાવી, ઘણા ફુગ્ગા લગાવ્યા અને વાઈનની સાથે ગ્લાસ પણ રાખ્યો હતો. પરંતુ તેનો પ્લાન ઉંધો વળી ગયો. જ્યારે તે પાર્ટનરને સરપ્રાઈઝ માટે લઈને આવ્યો તો, ઘરમાં આગ લાગી ચુકી હતી.


સાઉથ યૉર્કશાયર ફાયર એન્ડ રેસ્ક્યૂના પ્રમાણે, શખ્સ પોતાની ગર્લફ્રેન્ડને લેવા ગયો, જે આ ક્ષણ માટે તૈયાર થઈ રહી હતી. ઘરમાં આવ્યા બાદ તેણે જોયું કે આગ લાગેલી છે. ટી લાઈટ્સ અને મીણબત્તીઓને પાસે રાખવાથી આખા ઘરમાં આગ લાગી ગઈ.

સાઉથ યૉર્કશાયર ફાયર એન્ડ રેસ્ક્યૂએ ઘરની તસવીરો ફેસબુક પર શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને યૂઝર્સ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, આવું કોઈ સાથે ન થાય. બંનેને શોક લાગ્યો હશે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે અને લોકો કહે છે કે પ્રેમમાં પડવું ખતરનાક નથી.

ઘરમાં આગ લાગવાથી આસપાસના કોઈ ઘરને નુકસાન નથી થયું. છોકરાએ એ બાદ છોકરીને પ્રપોઝ પણ કર્યું અને તેણે લગ્ન માટે હા પાડી દીધી. ભલે ઘરમાં આગ લાગવાથી ઘણું નુકસાન થયું પરંતુ પ્રપોઝલ સ્વીકારી લેવાતા તે ખુશ થઈ ગયો.

You cannot copy content of this page