Only Gujarat

FEATURED International

દુનિયા આખીમાં કોરોના ફેલવાનાર ચીન હવે વંદામાંથી બનેલો પીએ છે શરબત

બેઈજિંગઃ કૉકરોચ ભલે તેમને પસંદ ન હોય કે તમે તેનાથી ડરતા હો, પરંતુ ચીનના લોકો માટે તે કમાણીનું સાધન છે. કૉકરોચના સંભવિત ઔષધિય ગુણોના કારણે ચીની ઉદ્યોગ માટે તે વ્યવસાયિક અવસર સમાન છે. ચીન સહિત એશિયાઈ દેશોમાં કૉકરોચને તળીને ખાવામાં આવે છે પરંતુ હવે તેને મોટા પાયે પેદા કરવામાં આવી રહ્યા છે.

ચીનના શીચાંગ શહેરમાં એક દવા કંપની દર વર્ષે 600 કરોડ કૉકરોચનું પાલન કરે છે. સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટના અનુસાર એક બિલ્ડિંગમાં તેમને પાળવામાં આવી રહ્યા છે. આ બિલ્ડિંગનું ક્ષેત્રફળ લગભગ રમતના બે મેદાન જેટલું છે. અંદર અંધારું હોય છે અને વાતાવરણમાં ગરમી અને ભેજ બનાવી રાખવામાં આવે છે. ફાર્મના અંદર કીડાને ફરવાની અને પ્રજનન કરવાની આઝાદી હોય છે. તેમને સૂરજના કિરણોથી દૂર રાખવામાં આવે છે અને તે બિલ્ડિંગની બહાર નથી જઈ શકતા.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમથી કૉકરોચના પાલન પર નજર રાખવામાં આવી રહી છે. જે માધ્યમથી બિલ્ડિંગની અંદર તાપમાન, ભોજનની ઉપલબ્ધતા અને ભેજ પર નિયંત્રણ રાખે છે. લક્ષ્ય ઓછા સમયમાં વધુમાં વધુ કૉકરોચ પેદા કરવાનું હોય છે. જ્યારે તેઓ વયસ્ક થાય છે, ત્યારે તેમને કચડી નાખવામાં આવે છે અને તેને શરબતની જેમ ચીનની પરંપરાગત દવાના રુપમાં પિવામાં આવે છે. જેનો ઉપયોગ ઝાડા, ઉલટી, પેટના ચાંદા, શ્વાસની પરેશાની અને અન્ય બીમારીઓના ઈલાજમાં કરવામાં આવે છે.


શાનડૉન્ગ એગ્રીકલ્ચર યૂનિવર્સિટીના પ્રોફેસર અને ઈન્સેક્ટ એસોસિયેશન ઑફ શાનડૉન્ગ પ્રોવિંસના નિર્દેશક લિયૂ યૂશેંગે ધ ટેલીગ્રાફ અખબારને કહ્યું કે કૉકરોચ ખરેખર એક ચમત્કારી દવા છે. તે આગળ કહે છે કે તે અનેક પ્રકારની બીમારીનો ઈલાજ કરી શકે છે અને અન્ય દવાઓની સરખામણીમાં ઝડપથી કામ કરે છે. પ્રોફેસર લિયૂના પ્રમાણે, બુઝુર્ગ આબાદી ચીનની સમસ્યા છે. તેઓ કહે છે કે અમે નવી દવા શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તે પશ્ચિના દેશોની દવાથી સસ્તી હશે.


દવા માટે કૉકરોચનું પાલન સરકારી યોજનાઓનો ભાગ છે અને તેની દવાનો હૉસ્પિટલમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અનેક લોકો એવા પણ છે કે જે તેના પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. બેઈજિંગના ચાઈનીઝ એકેડેમી ઑફ મેડિકલ સાઈન્સના શોધકર્તાઓએ પોતાનું નામ ન પ્રકાશિત કરાવવાની શરતે સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટને કહ્યું કે કૉકરોચનું શરબત લોકો માટે રામબાણ ઈલાજ નથી. તે તમામ બીમારીઓ પર જાદુઈ અસર નથી કરતા.

You cannot copy content of this page