Only Gujarat

FEATURED Religion

2020ની સૌથી ભાગ્યશાળી છે આ પાંચ રાશિઓ, વધશે આવક અને વરસાદની જેમ આવશે પૈસા

અમદાવાદઃ વર્ષ 2020નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી શરૂ થઈ ગયો છે. જો તમે જાણવા માગતા હોવ કે આ વર્ષના બાકીના આઠ મહિના કઈ રાશિઓ પર ધનનો વરસાદ થશે, તો આ આર્ટિકલ તમારા માટે મહત્વનો છે. જ્યોતિષશાસ્ત્રના મતે, આ વર્ષે પાંચ રાશિઓ એવી છે, જેની પર ધનનો ઢગલો થવાનો છે. આજ આપણે આ પાંચ રાશિઓ અંગે વાત કરીશું.

મેષઃ વર્ષ 2020માં આ રાશિના જાતકોનો આર્થિક પક્ષ સ્ટ્રોંગ બનશે તો નોકરી-વેપાર કરતા લોકોની આવકમાં અચાનક વધારો થશે. પરિવારના સ્વાસ્થ્ય પાછળ ધન ખર્ચાઈ શકે છે. જો કોઈ પણ પ્રકારનું આર્થિક સંકટ આવશે તો સહજતાથી તેમાંથી બહાર નીકળી શકશો.

કન્યાઃ આ રાશિના જાતકો માટે 2020 ઘણું જ સારું છે. તમે આ વખતે સારી એવી બચત કરી શકશો. નવું વાહન કે પછી ઘર ખરીદી શકશો. સંબંધીઓ તમારી પાસે પૈસાની આશા રાખશે અને તમે તેમની આશા પર ખરા ઉતરશો.

વૃશ્ચિકઃ આ રાશિના જાતકોને નાણાકીય લાભ મળશે. આવકના સ્ત્રોતમાં વધારો થશે. જો તમે કોઈ પાસે ઉધાર પૈસા લીધા હશે તો આ વર્ષે દેવું ચૂકવાઈ જશે. કોઈ મોટો આર્થિક નિર્ણય લેવાના હોવ તો વડીલની સલાહ લો.

કુંભઃ વર્ષ 2020 શુભ સંકેતો આપી રહ્યું છે. તમારી આવકમાં તો વૃદ્ધિ થશે જ પરંતુ એકથી વધુ આવકના સ્ત્રોત બનશે. જૂનથી નવેમ્બર સુધી આર્થિક નિર્ણયો લેવામાં કોઈ અડચણ આવશે નહીં. આર્થિક રીતે દરેક મનોકામના પૂર્ણ પૂરી થશે.

મીનઃ આર્થિક રીતે આ રાશિના જાતકો માટે 2020 લાભદાયી છે. આ વર્ષે તમે લાંબાગાળાનું રોકણ કરી શકશો. જે ધન અટવાયેલું હશે તે આ વર્ષે મળી જશે. વિદેશ વેપારથી સારો એવો નફો કમાવી શકશો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page