Only Gujarat

Business FEATURED

નીતા અંબાણીએ ત્રણ-ત્રણ સંતાનોને કઈ વાત ખાસ શીખવી, તમે પણ મૂકો અમલમાં, બેડો થઈ જશે પાર

એશિયાના સૌથી ધનાઢ્ય શખ્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી હંમેશા તેમના બાળકને લઇને સજાગ રહે છે. તે એક બાજુ પેરેન્ટિંગને લઇને ખૂબ જ સજાગ રહે છે. તો બીજી તરફ તે તેમની બધી જ જરૂરિયાતનો ખ્યાલ પણ રાખતા હતા. ગત વર્ષે verve મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,તેમના બાળકો વાસ્તવવાદી છે અને સામાન્ય જીવન જ જીવે છે. તેમણે verve મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, બાળકો ભલે 1 પર્સેટમાં હોય પરંતુ તેમનામાં બેઝિક કિલયર હોવી જોઇએ.

મુકેશ અંબાણીએ તેમના બાળકોના સ્કૂલ સમયના દિવસો વિશે વાત કરતા જણાવ્યું હતું કે. ‘એક વખત મારા મોટા દીકરાએ મને કહ્યું કે, જો પાપા કેલક્યુલેટર છે. તો મારે ઘડિયા યાદ કરવાની શું જરૂર છે.આ સમયે મેં તેમને જણાવ્યું હતું કે, જરૂરી છે. કે તું બધું જ તારા મગજથી કરે. કોશિષ કરો, સૂતા પહેલા તું દિલથી એડિશન અને મલ્ટીકેશન ટેબલ
યાદ કરીને બોલીને જ ઊંઘે.

નીતા અંબાણીએ જણાવ્યું કે, તેમના બાળકો ખૂબ સામાન્ય જીવન જીવે છે. બાળકોની હોસ્ટેલ લાઇફનો ઉલ્લેખ કરતા નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, ઇશાને હોસ્ટેલમાં 18-20 યુવતીઓ સાથે બાથરૂમ શેર કરવો પડતો હતો.

જિંદગીમાં પ્રાયોરિટી નક્કી હોવી જોઇએ
નીતા અંબાણીએ verve મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,’તેમણે ક્યારેય આકાશ, ઇશા કે અનંતને લેવા માટે પ્રાઇવેટ પ્લેન નથી મોકલ્યું. અમારા બાળકો પણ એર ઇન્ડિયાથી જ પ્રવાસ કરે છે. આટલું જ નહીં, મારા બાળકો મને પણ એર ઇન્ડિયાથી સફર કરવાનું કહે છે’ મુકેશ અંબાણીએ જણાવ્યું કે, ‘દરેકે તેમની પ્રાયોરિટી નક્કી કરવી જોઇએ.

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, તેમણે આ બધું જ તેમના પિતા પાસેથી શીખ્યું છે. તેમણે પિતા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ ખૂબ વ્યસ્ત હોવા છતાં પણ પરિવાર માટે સમય કાઢી લેતા હતા.

મુકેશ વિના નીતા ડિનર નથી લેતા
નીતા અંબાણીએ ઇન્ટરવ્યુંમાં આગળ જણાવ્યું હતું કે, ‘પિતા તરીકે મુકેશ અંબાણી એકદમ વ્યવહારિક છે. હું ક્યારેય મુકેશ વિના ડિનર નથી કરતી. ઘર આવ્યા બાદ મુકેશ પણ બાાળકોને તેમની આસપાસ ઇચ્છે છે. નીતા અંબાણીએ જણાવ્યું કે, જ્યારે બાળકો નાના હતા. ત્યારે ખુદ મુકેશ બાળકોને ફિઝિક્સ, મેથ્સ, કેમેસ્ટ્રી ભણાવવા પર ભાર મૂકતા હતા.

હજું પણ મિડલ ક્લાસવાળી જ છે વિચારસરણી
નીતા અંબાણીએ જણાવ્યું હતું કે,. હું એક મધ્યમ વર્ગ પરિવારથી આવી છું. જો કે હજું સુધી મારી વિચારસરણી મધ્યમ પરિવાર જેવી જ છે. હું ખૂબ જ ડાઉન ટૂ અર્થ અને વિચારસરણીમાં હજું પણ એક મધ્યમવર્ગની જ મહિલા છું. મારા અને મુકેશ માટે સામાન્ય બનીને રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

You cannot copy content of this page