Only Gujarat

Bollywood FEATURED

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ’નો શૂટિંગ સેટ લાગે છે હોસ્પિટલ જેવો

અનેક મહિના બાદ ટીવી દુનિયામાં ફરીથી શૂટિંગ અને શોના નવા એપિસોડ્સની વાપસી થઇ છે. સબ ટીવી પર આવતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના નવા એપિસોડ હવે ટીવી પર આવવા લાગ્યા છે. 22 જુલાઇથી તારક મહેતાના શોની ફરીથી વાપસી થઇ છે. ગ્રાંડ વાપસી માટે શોનું શૂટિંગ થઇ ચૂક્યું છે.

જો કે શૂટિંગ અને શૂટ કરવાની રીત સંપર્ણ રીતે બદલી ગઇ છે. આ વાતને ખુદ શોના આર્ટિસ્ટ માની રહ્યાં છે. સરકાર દ્વારા જણાવવામાં આવેલા નિયમો અંતર્ગત જ શૂટિંગ કરવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે સરકારે ટીવી શો અથવા કોઇપણ શૂટિંગની મંજુરી માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે.

તારક મહેતાના ઉલ્ટા ચશ્માના મેન કેરેક્ટર જેઠાલાલનું કહેવું છે કે આજના માહોલમાં અમે જે શૂટિંગ કરી રહ્યાં છીએ એવું લાગે છે કે કોઇ હોસ્પિટલમાં શૂટિંગ કરી રહ્યાં છીએ. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં તેઓએ નવા માહોલમાં શૂટિંગના અનુભવ જણાવ્યા હતા.

જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ફોટોમાં તેઓ મેકઅપ કરાવી રહ્યાં છે. મેકઅપ મેને પીપીઇ કિટ પહેરી રાખી છે.

શૂટિંગને લઇને દિલીપ જોશીનું કહેવું છે કે શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ સેટ પર તમામ નિયમો અંતર્ગત સુવિધા ઉપલબ્ધ કરાવી છે. અમારી ટીમ મોટી છે. ગણા લોકો એક સાથે કામ કરે છે આથી સાવધાની પણ વધુ રાખવી પડે છે.

શોમાં મોટાભાગે જેઠાલાલની ફેમિલીની આસપાસ જ કહાની રહે છે. આથી શૂટિંગ દરમિયાન નિયમોનું પાલન કેવી ખાસ રીતે કરવામાં આવી રહ્યું છે ? તો તેના જવાબમાં દિલીપ જોશીએ કેટલીક રોચક વાતો પણ કરી.

દિલીપ જોશીએ કહ્યું કે અમે લકી છીએ કે અમારા સેટ પર વધુ સ્પેસ છે. આથી અમે આરામથી સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરી શકીએ છીએ.

સોશિયલ મીડિયા પરથી લેવામાં આવેલી તસવીર.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page