Only Gujarat

FEATURED Health

આ જાદુઈ ફળ ખાતા જ ઝડપથી થઈ જશો પાતળાં, નહીં થાય એક વારમાં વિશ્વાસ

અમદાવાદઃ આસપાસમાંથી દર પાંચમી વ્યક્તિ ઓબેસિટીથી પિડાતી હોય છે. ઓબેસિટીને કારણે અનેક બીમારીઓ આવી શકે છે. ખાસ કરીને જે લોકોની ફાંદ વધારે હોય તેમને ઘણું જ નુકસાન થઈ શકે છે. ડોક્ટર્સના મતે, શરીરમાં થતી મોટાભાગની બીમારી ફાંદને કારણે થાય છે. વજન ઘટાડવા માટે લોકો અનેક પ્રયાસો કરતા હોય છે.


કેટલાંક લોકો જીમમાં તો કેટલાંક ડાયટ કરતા હોય છે. જોકે, ઘણીવાર ધાર્યું પરિણામ મળતું નથી. આજે અમે એક એવા ચમત્કારી ફળ અંગે વાત કરીશું, જે ખાવાથી વજન સહજતાથી ઉતરી જશે. આ ફળનું નામ કામુ-કામુ (અંગ્રેજી નામઃ myrciaria dubia) છે. આ ભારતમાં થતું નથી. જો તમારા કોઈ સંબંધી અમેરિકામાં રહેતા હોય તો તમે એની પાસેથી મગાવી શકો છો. ફળ દક્ષિણ અમેરિકાના અમેઝોન વિસ્તારમાં પુષ્કળ માત્રામાં થાય છે. તમે ઓનલાઈન આ ફ્રૂટનો પાવડર પણ મગાવી શકો છો. જોકે, ઓનલાઈન ખરીદી કરતા સમયે પ્રોડક્ટની ગુણવત્તા ધ્યાનમાં રાખવી.


કામુ-કામુ ફળમાં એવી ખાસિયત છે, જે વજનને ઝડપથી ઓછું કરે છે. હાલમાં જ થયેલા એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફ્રૂટની મદદથી વ્યક્તિ ઝડપથી પાતળો થઈ શકે છે. સંશોધન કર્તાના મતે, કામુ-કામુમાં કિવીની તુલનામાં 20થી 30 ગણું વધારે વિટામિન સી હોય છે. આ ઉપરાંત બ્લેકબેરી કરતા પાંચ ગણું વધુ પોલીફિલોલ્સ હોય છે.


રિસર્ચમાં ઉંદરના બે ગ્રૂપ પાડવામાં આવ્યા છે. આ ઉંદરોને આઠ અઠવાડિયા સુધી સુગર તથા ફેટ રિચ ડાયટ આપવામાં આવ્યું હતું. આમાંથી ઉંદરના એક ગ્રૂપને રોજ કામુ-કામુનો જ્યૂસ પીવડાવવામાં આવ્યો હતો. જે ઉંદરનો કામુ-કામુનો જ્યૂસ પીવડવામાં આવ્યો હતો તેમનું વજન અન્ય ઉંદરનો તુલનામાં 50 ટકા ઓછું વધ્યું હતું.


કામુ-કામુમાં ગ્લૂકોઝ ટોલરેન્સ તથા ઈન્સ્યૂલિન સેન્સિટિવિટીને ઈમ્પ્રૂવ કરવાની સાથે બ્લડ એન્ડોટોક્સિસન્સના કોન્સટ્રેશન તથા મેટાબોલિક ઈન્ફ્લેમેશનને ઓછું કરે છે. આ ફળનો ઉપયોગ સ્ટ્રેસ તથા થાક દૂર કરવા માટે પણ થાય છે. ઉંદર પર સફળ પ્રયોગ કર્યા બાદ સંશોધનકર્તાને આશા છે કે આ ફળ વ્યક્તિઓ પર પણ યોગ્ય રીતે કામ કરી શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page