Only Gujarat

FEATURED International

પહેલી વાર તો નહીં થાય વિશ્વાસ…પણ કરોડોની લેમ્બર્ગિની કારમાં બેસીને આ ભાઈ ઘરે આપી જાય છે કેરી

દુબઈ સ્થિત પાકિસ્તાન સુપર માર્કેટ એક એવું બજાર છે જ્યાં કરોડોની લેમ્બોર્ગિની કાર દ્વારા કેરી પહોંચાડાય છે. આટલું જ નહીં, જો કોઈ ગ્રાહક કેરીનો ઓર્ડર આપે છે તો તેને ફ્રી રાઈડ પણ મળશે.

વાસ્તવમાં, આ દુબઈનો મામલો છે, અહીં પાકિસ્તાની સુપર માર્કેટના મેનેજિંગ ડિરેક્ટર મોહમ્મદ જાનઝેબ અને તેની ટીમ લોકોને લક્ઝરી કાર લેમ્બોર્ગિનીથી કેરી પહોંચાડે છે અને તેઓ આ કામ રાજી-ખુશીથી કરી રહ્યા છે.

ગલ્ફ ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર, મોહમ્મદ જાનઝેબ કહે છે કે રાજાએ રાજાની જેમ યાત્રા કરવી જોઈએ. આ સુપર માર્કેટના ફેસબુક પેજ પર જણાવાયું છે કે ઓફરનો લાભ મેળવવા માટે ગ્રાહકોએ ઓછામાં ઓછા 100 દિરહામનો (એટલે કે લગભગ બે હજાર રૂપિયા) ઓર્ડર આપવો જરૂરી છે .

જાનઝેબ કહે છે કે આ ઓફર લોકોના ચહેરા પર સ્મિત લાવવા અને તેમને વિશેષ અનુભૂતિ કરાવવા માટે શરૂ કરવામાં આવી છે. તેઓ જાતે પણ આ લક્ઝરી કારમાં નાની રાઈડ પર ગ્રાહકોને લઈ જાય છે.

અત્યારે દુબઈના કેરી પ્રેમીઓ આ ઓફરનો પૂરો લાભ લઈ રહ્યા છે અને તેમનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે. કારમાં બેઠેલા કેરી પ્રેમીઓના ખુશમિજાજ વીડિયો અને તસવીરો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

You cannot copy content of this page