Only Gujarat

FEATURED International

લિફ્ટમાં એકલી ફસાઈ હતી મહિલા, બહાર નીકળતા સુધીમાં આપી દીધો બાળકને જન્મ

લંડન: વિશ્વમાં ઘણીવાર હટકે પ્રેગ્નન્સીના સમાચારો સામે આવતા રહે છે. ઘણીવાર વિચિત્ર સ્થિતિમાં બાળકનો જન્મ થતો હોવાનું સામે આવે છે. તાજેતરમાં એક વિચિત્ર ઘટના યુકેમાં બની. એક મહિલા ડિલિવરી સમયે હોસ્પિટલ ગઈ તો તેને એમ કહીને પરત મોકલવામાં આવી કે હજુ સમય નથી થયો. પરંતુ ઘરે જવાના સમયે જ તેને પીડા થવા લાગી. જેના કારણે ઉતાવળમાં તે હોસ્પિટલ આવી તો બેડ પર પહોંચે તે પહેલા જ તેણે પેન્ટમાં જ બાળકને જન્મ આપી દીધો. તેનું બાળક ગર્ભની બહાર નીકળ્યું ગયું હોવાનો મહિલાને જાણ પણ ના થઈ. આ શૉકિંગ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

યુકેમાં રહેતી 26 વર્ષીય ડેનિયલ ફોર્ડની પ્રેગ્નન્સીની સ્ટોરી હાલ ચર્ચામાંછે. ડેનિયલે હોસ્પિટલની લિફટમાં જ બાળકને જન્મ આપી દીધો હતો. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે બાળક ગર્ભની બહાર નીકળી ગયું હોવાની તેને જાણ પણ ના થઈ. અગાઉ તેને હોસ્પિટલમાંથી ડિલિવરીમાં સમય બાકી હોવાનું જણાવી પરત મોકલવામાં આવી હતી. ઘરે ગયાના થોડા સમયમાં ડેનિયલને પ્રસવ પીડા થવા લાગતા તે ડરી ગઈ અને ફટાફટ હોસ્પિટલ પહોંચી.

લિફ્ટથી ડેનિયલ ફર્સ્ટ ફ્લોર જઈ રહી હતી ત્યારે જ તેનું બાળક ગર્ભની બહાર નીકળી ગયું. ડેનિયલના પેન્ટમાં બાળક ફસાઈ ગયું. સારી વાત રહી કે બાળક જન્મ બાદ નીચે ના પડ્યું અને માતાની પેન્ટમાં ફસાઈ ગયું. અગાઉથી બે બાળકોની માતા ડેનિયલે કહ્યું કે- તેને જરાય અનુભવ ના થયો કે બાળકનો જન્મ થઈ ચૂક્યો છે.

તેણે અનુભવ શેર કરતા કહ્યું કે, તે લિફ્ટમાં એકલી હતી અને માત્ર 6 મિનિટ બાદ તે લિફ્ટથી નીકળી ત્યારે તેના ખોળામાં એક દીકરી હતી. નર્સ ડેનિયલની સ્થિતિ જાણી રહી હતી. ડેનિયલ આ ક્વિક ડિલિવરીથી શૉકમાં હતી. તેને વિશ્વાસ નહોતો થતો કે બાળકને જન્મ આપી દીધો છે. હાલ બાળક અને ડેનિયલ બંને સ્વસ્થ છે. આ ડિલિવરીની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે.

You cannot copy content of this page