Only Gujarat

FEATURED National

ઘેરબેઠાં કમાણી કરવાની તક, મફતમાં મેળવો Aadhaar કાર્ડ સેન્ટરની ફ્રેન્ચાઈઝી, આ છે પૂરી પ્રોસેસ

નવી દિલ્હી: જો તમે કમાણી માટે કોઈ સારો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં હોવ તો તમારી પાસે આધાર કાર્ડની ફ્રેન્ચાઈઝી લેવાની સારી તક છે. આધાર કાર્ડની ફ્રેન્ચાઈઝી મેળવી સારી એવી કમાણી કરી શકાય છે. આ ફ્રેન્ચાઈઝી લેવા તમારે એક લાયસન્સ લેવું પડે છે, આ લાયસન્સ મેળવવા માટે તમારે એક પરીક્ષા પાસ કરવાની રહે છે. આ માટે સંપૂર્ણ પ્રોસેસ અમે તમને અહીં જણાવી રહ્યાં છીએ.

પરીક્ષામાં પાસ થવું પડશેઃ આ પરીક્ષા ઓનલાઈન થાય છે જે યુઆઈડીએઆઈ લે છે. આ પરીક્ષા યુઆઈડીએઆઈ સર્ટિફિકેશન માટે હોય છે. જો તમે પરીક્ષામાં પાસ થઈ જાવ તો તમને આધાર એનરોલમેન્ટ અને બાયોમેટ્રિકનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. જે પછી તમારે ફ્રેન્ચાઈઝી લેવી હોય તો તમે તેને ક્રેન્દ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત સેન્ટરમાં પણ ફેરવી શકો છો. તમને કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આધાર કાર્ડ સેન્ટરનું કામઃ – નવું આધાર કાર્ડ બનાવવું. – આધાર કાર્ડના નામમાં સ્પેલિંગ મિસ્કેટ થઈ હોય તો તેને સુધારવી. (Change Name in Aadhar Card) – આધાર કાર્ડમાં ખોટું સરનામું હોય અથવા સરનામુ બદલાતા કાર્ડમાં ફેરફાર કરાવવો હોય તે. (Change address in Aadhar Card) – આધાર કાર્ડમાં જન્મ તારીખ ખોટી હોય તો તેને સુધરાવવી. (Change Date Of Birth in Aadhar Card) – જો ફોટો ખરાબ હોય અને તો ફોટો બદલાવી પણ શકાય છે. (Change/Update Photo in Aadhaar Card) – આધાર કાર્ડમાં નવો મોબાઈલ નંબર અપડેટ કરાવવો. (Mobile Number Update) – ઈ-મેલ આઈડી અપડેટ કરવું. (Email id Update)

આધાર કાર્ડ સેન્ટર ઓપન કરવા માટે તમારે લાઈસન્સ ઓનલાઈન એપ્લાય કરવાનું રહે છે. તે પછી તમારે એક પરીક્ષા આપવાની રહે છે. આ પરીક્ષામાં પાસ થનારા લોકોને આધાર કાર્ડનું લાયસન્સ મળી જાય છે. ચાલો તમને જણાવી તમે કઈ રીતે લાયસન્સ માટે અપ્લાય કરી શકો છો-

ફોલો કરો આ પ્રોસેસ: – સૌપ્રથમ NSEIT (https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action)ની વેબસાઈટ પર જાવ. – અહીં Create New User પર ક્લિક કરો. – હવે એક XML File ઓપન થશે. – જે પછી તમને Share Code enter કરવાનું કહેવામાં આવશે. – XML File અને Share Code માટે તમારે આધાર વેબસાઈટ https://resident.uidai.gov.in/offline-kyc પર જઈ પોતાનું offline e aadhar ડાઉનલોડ કરી લો. – અહીંથી તમે ઈ-આધાર ડાઉનલોડ કરશો તો XML File અને Share Code પણ ડાઉનલોડ થઈ જશે. જે તમારે ઉપર બતાવવામાં આવેલ જગ્યાએ તેનો ઉપયોગ કરવો. – હવે એક ફોર્મ આવશે જેમાં તમારે પર્સનલ ડિટેલ્સ ભરવાની રહેશે. – આ ફોર્મને સબમિટ કર્યા બાદ તમારા મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી પર યુઝર આઈડી અને પાસવર્ડ આવી જશે. – હવે તમે Aadhaar Testing and Certificationના પોર્ટલ પર લોગ-ઈન કરી શકશો. તે પછી Continue પર ક્લિક કરો. – એક નવું ફોર્મ ખુલવા પર તેમા માગેલી તમામ વિગતો યોગ્ય રીતે ભરવી. – આ ફોર્મ ભર્યા બાદ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે.
– હવે તમને પ્રીવ્યૂનો ઓપ્શન મળશે. જેમાં આરામથી પોતાના ફોર્મમાં આપેલી માહિતી યોગ્ય રીતે ભરી છે કે નહીં તે ચકાસી લેવી. – હવે Declaration Box પર ટિક કરી Proceed to submit form પર ક્લિક કરો.

કરવું પડશે પેમેન્ટઃ – આ તમામ પ્રોસેસ કર્યા બાદ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા બાદ સાઈટના મેન્યૂમાં જાવ અને પેમેન્ટ પર ક્લિક કરો. હવે પોતાનું બેંક અકાઉન્ટ સિલેક્ટ કરો અને Please Click Here to generate receipt પર ક્લિક કરો. અહીંથી રિસિપ્ટ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ મેળવી શકો છો.

આ રીતે બુક કરાવી શકો છો સેન્ટરઃ – તમામ માહિતી ભર્યા બાદ સબમિટ પર ક્લિક કરો. હવે 24 થી 36 કલાક રાહ જુઓ. તે પછી તમે ફરી વેબસાઈટ પર લોગ-ઈન કરો અને Book Center પર ક્લિક કરો. અહીં તમારે નજીકના સેન્ટરની પસંદગી કરવાની રહેશે. આ સેન્ટર પર તમે પરીક્ષા આપવાની રહેશે. આ સાથે તમને સમય અને તારીખ જણાવવામાં આવશે અને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જેના થોડા સમય બાદ તમને એડમિટ કાર્ડ મળી જશે. આ કાર્ડ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ મેળવી શકો છો.

You cannot copy content of this page