Only Gujarat

National TOP STORIES

આ છે મુંબઈ મેરી જાન… વર્ષો પહેલાં પણ એટલું જ ગ્લેમરસ હતું જેટલું આજે છે

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઇ માયાનગીરી હંમેશા કોઇને કોઇ મુદ્દાને લઇને ચર્ચામાં રહે છે, હાલ મુંબઇ કોરોના ગ્રસ્ત છે. દેશમાં 5 લાખ, 29 હજાર લોકો કોરોના સંક્રમિત છે ત્યારે એકલા મુંબઇમાં 74, 252 લોકો કોરોના પોઝિટિવ છે. દેશમાં સંક્રમણથી 16 હજારના લોકોના મૃત્યુ થાય ત્યારે એકલા મુંબઇના જ 4 હજાર 284 લોકો હતા. જો કે સારા સમાચાર એ છે કે, દેશનો રિકવરી રેટ વધી રહ્યો છે. હાલ દેશમાં 3 લાખ 10 હજારથી વધુ લોકો રિકવર પણ થયા છે. જેમાં 42 હજાર લોકો મુંબઇના છે. જોકે, આ બધાનું કારણ મુંબઇની જનસંખ્યા પણ છે. હાલ મુંબઇની જનસંખ્યા 3 કરોડ 29 લાખથી વધુ છે. જો કે આ તો થઇ કોરોના ગ્રસ્ત મુંબઇની વાત, મુંબઇ ફિલ્મી દુનિયાનો પણ ગઢ છે. તો બીજી તરફ ટાટા, અંબાણીના કારણે પણ મુંબઇની શાન વધે છે અને તેને વારંવાર યાદ કરવામાં આવે છે.

મુંબઇને માયાનગરી કહેવાય છે. તેનું કારણ છે મુંબઇની ઝાકમઝોળ સૌ કોઇને તેમના તરફ આકર્ષિત કરે છે. લાખો લોકો અહીં કામની તલાશમાં તેમના સપના પુરા કરવા માટે આવે છે. મુંબઇ યુરોપ અમેરિકા આફ્રિકા સાથે જળમાર્ગ અને વાયુમાર્ગે જોડાયેલ છે. આ માર્ગેથી આવતા યાત્રી સૌથી પહેલા મુંબઇના જ ઉતરે છે. તેથી જ તો મુંબઇને ભારતનું પ્રવેશ દ્વારા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, મુંબઇ નામ મુંબા દેવી પરથી પડ્યું છે. મુંબા દેવી કોલજન જાતિના કુળદેવી છે. પુરાતત્વવિદનો મત છે કે, મુંબઇ પાષણ યુગથી વસેલું નગર છે. તો આવો નિહાળીએ પ્રાચીન મુંબઇની કેટલીક દુર્લભ તસવીરો

આ છે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ. પહેલા તે વિક્ટોરિયા ટર્મિનસથી જાણીતું હતું. તેનું ટૂંકુ નામ સીએસટી છે. મુંબઇ ભારતની આર્થિક રાજધાની છે. આ છે તેનું ઐતિહાસિક રેલવે સ્ટેશન. જે મધ્ય રેલવેનું મુખ્ય કાર્યલય છે. કહેવાય છે કે, ફોટોગ્રાફી માટે તાજમહેલ બાદ આ રેલવે સ્ટેશન ભારતનું સૌથી સારૂ પ્રતીક છે. આ રેલવે સ્ટેશનનું નિર્માણ 1887માં મહારાણી વિક્ટોરિયાની ગોલ્ડન જુબલીમાં થયું હતું. તેમાં ગોથિક અને ઇસ્લામિક આર્કિટેક્ચરનું મિશ્રણ જોવા મળે છે. ગોથિક મધ્યયુગની એક વાસ્તુ શૈલી છે. જેનો ઉદભવ 12મી સદીમાં મધ્ય ફ્રાન્સમાં થયો હતો.


વર્ષ,1900નું ગેટ વે ઓફ ઇન્ડિયાનું દ્રશ્ય

ધ તાજમહલ પેલેસ હોટેલનું વિહંગ દ્રશ્ય, આ તસવીર અંદાજે વર્ષ 1920ની આસપાસની છે

વર્ષ 1940ના મરીન ડ્રાઇવની તસવીર

આ તસવીર મુંબઇ યુનિવર્સિટીની છે. પહેલાના સમયમાં તેને ઓવર યુનિવર્સિટી કહેતા. આ તસવીર વર્ષ 1903ની આસપાસની છે

આ તસવીર ડિસેમ્બર 1947ની છે. ભાગલા બાદ સુરક્ષિત સ્થાને જતાં રેફ્યુજી


મુંબઇના રામપાર્ટનું દ્વશ્ય, (જેને મુંબઇથી પ્રચલિત છે) અહીં ડાબી બાજુ જોવા મળે છે વોટસન્સ હોટેલ, આ તસવીર 1890ની આસપાસની છે.

પહેલાના સમયનું મુંબઇ, આજે અહીં પગ મૂકવાની જગ્યા નથી મળતી.

કંબાલા હિલ્સની આ તસવીર વર્ષ 1890ની આસપાસની છે.

આ તસવીર વર્ષ 1883ની આસપાસની છે. આ રામપોર્ટ સ્થિત મૈડોઝ સ્ટ્રીટ છે

આ તસવીર 1955ની છે. એક સ્ટ્રીટમાં ફિલ્મ ‘પતિત પાવન’ પોસ્ટર લગાવેલું છે.

You cannot copy content of this page