Only Gujarat

FEATURED International

કેમ વર્ષ 2020માં એક પછી એક મુસીબતો આવે છે? દસ હજાર વર્ષમાં જે નહોતું થયું તે છેલ્લાં છ-7 વર્ષમાં થઈ ગયું

ટોક્યો: જાપાનના પાટનગર ટોક્યોથી 940 કિ.મી. દૂર સ્થિત એક જ્વાળામુખી અમુક અઠવાડિયાથી સળગી રહ્યો હતો, જે અંતે 28 જૂન 2020ના રોજ ફાટ્યો. આ કારણે જવાળામુખીના ઉત્તર-પૂર્વ દિશામાં લાવા ઝડપથી વહી રહ્યાં છે. અવકાશમાં 12467 ફૂટની ઊંચાઈ ધુમાડો જોવા મળી રહ્યો છે. આ જ્વાળામુખી છેલ્લા 6-7 વર્ષમાં 11 ગણો વધી ગયો છે. આ જ્વાળામુખીનું નામ નિશિનો-શીમા છે. જાપાન મેટ્રોલોજિકલ એજન્સીની સેટેલાઈટ તસવીરોમાં આ જ્વાળામુખીની અંદર ઘણી એક્ટિવિટીઝ જોવા મળી છે.

જાપાનના કોસ્ટ ગાર્ડે પણ આ અંગે પૃષ્ટિ કરી છે કે નિશિનો-શીમા તરફથી ઘણી ઝડપથી લાવા વહી રહ્યાં છે. નિશિનો-શીમા ગત વર્ષ એટલે કે 6 ડિસેમ્બર 2019થી સક્રિય છે. પરંતુ તેમાં એક મોટો વિસ્ફોટ આ વર્ષે 25 જૂને થયો. જે પછીથી સતત વિસ્ફોટ થઈ રહ્યાં છે. 46 વર્ષ અગાઉ 1974માં નિશિનો-શીમા એક નાનકડો આઈલેન્ડ હતો. જેમાં 10 હજાર વર્ષથી કોઈ વિસ્ફોટ નહોતો થયો. ત્યારે એક ટાપુ એક જ્વાળામુખીનો ઉપરનો ભાગ હતો જે સમુદ્રની બહાર જોઈ શકાતો હતો.

સમુદ્રની અંદર નિશિનો-શીમાની ઊંચાઈ 9800 ફૂટ છે. તેના આધારે તેનો વ્યાસ 30 કિલોમીટર જેટલો છે. 1974થી આ જ્વાળામુખી ફાટવાનો પ્રારંભ થયો પરંતુ મોટાભાગના વિસ્ફોટ 2013 બાદ શરૂ થયા. જે પછી આ ટાપુ સમુદ્ર ઉપર 82 ફૂટ વધ્યું. છેલ્લા 6 વર્ષમાં તેના આકારમાં 11 ગણો વધારો થયો છે. હવે તેનો આકાર 3 સ્કે. કિલોમીટર જેટલો વધી ગયો છે.

જવાળામુખી વિસ્ફોટ અગાઉ ટાપુ આસપાસ સ્પિનર ડૉલફિન્સ, શૉર્ટ ફિન્ડ પાયલટ વ્હેલ્સ અને હમ્પબેક વ્હેલ્સ જોવા મળતી હતી. જોકે આ સમુદ્રી જીવો છેલ્લા 6-7 વર્ષથી ટાપુથી દૂર નીકળી ગયા છે. હવે અહીં આસપાસમાં કોઈ સમુદ્રી જીવ જોવા મળતા નથી. અહીં છેલ્લા 7 વર્ષમાં એટલો લાવા વહ્યો છે કે ટાપુ બની ગયો છે. આ ટાપુ લાવાના ઠંડા પથ્થરોથી બન્યો છે. તેને નિજિમા ટાપુ કે રોજારિયો ટાપુ પણ કહેવાય છે. જે આ સમયે વૈજ્ઞાનિકોના રિસર્ચનો વિષય બનેલો છે.

જ્વાળામુખીની ઊંચાઈ આ વર્ષે વધીને 520 ફૂટ થઈ ચૂકી છે. જે પછી સતત વધતા આકાર અને વિસ્ફોટથી વૈજ્ઞાનિકોની ચિંતા વધી છે. તેમને ચિંતા છે કે, જે જ્વાળામુખી 1974 અગાઉ 10 હજાર વર્ષ સુધી ફાટ્યો નહોતો, જે છેલ્લા 6-7 વર્ષમાં આટલો બધો સક્રિય કઈ રીતે થઈ ગયો.

You cannot copy content of this page