Only Gujarat

FEATURED National

કેમનો જીવ ચાલ્યો હશે જન્મતાં વેત લાડલીને તરછોડવાનો? ખેતરમાં થયા હતા આવા હાલ

અંબિકાપુર, છત્તીસગઢ: ઉડુમકેલામાં જીવિતપુત્રિકા (આપણામાં જીવંતિકા વ્રત) વ્રતના દિવસે મૈનપાટમાં એક માતાએ 9 મહિના સુધી પોતાની કુખમાં રાખ્યા બાદ દીકરીને જન્મ આપ્યો, પરંતુ એવી તો એની કેવી મજબૂરી રહી કે તે, દીકરીને મુકીને જતી રહી. જ્યારે બાળકીને માતૃછાયા પહોંચાડી. જ્યાં તેનું નામ કંગના રાખવામાં આવ્યું. ખેતરના માલિકની નજર કંગના પર પડી તો તેને કીડીઓ કરડી રહી હતી, જેને કારણે તે રડી રહી હતી. જે જોઈને ખેતરના માલિકનું દિલ પીગળી ગયું અને તેણે પોલીસ અને ચાઈલ્ડ લાઈનને જાણકારી આપી.

બાળકીનું વજન અઢી કિલો છે અને તે સ્વસ્થ છે. મૈનપાટના ઉડ્ડુમકેલામાં સવારે એક ખેડૂત પાક જોવા પહોંચ્યો તો ખેતરના મેઢ પાસે લાગેલી ઝાડી પાસે તેને બાળકીને રડવાનો અવાજ સંભળાયો. જ્યાં તેને માસૂમ કંગના જોવા મળી. તેના શરીર પર ચાલી રહેલી કીડીઓને હટાવી અને ખોળામાં ઉપાડી લીધી. તેણે સૌ પહેલાં ચાઈલ્ડ લાઈનને આ સમાચાર આપ્યા હતા. પોલીસ વાહનથી તેને સીતાપુર હૉસ્પિટલમાં લાવવામાં આવી, જ્યાં તે સ્વસ્થ મળી.

18 મહિનામાં 25 માસૂમો તરછોડાયા: માતૃછાયા સંસ્થામાં છેલ્લા 18 મહિનામાં 25 દૂધ પીતા બાળકોને જન્મના તરત જ બાદ ફેંકી દેવામાં આવ્યા હતા, પરંતુ તે સ્વસ્થ મળ્યા. ખાસ વાત એ રહી કે આ માસૂમ બાળકોમાંથી 15 દીકરીઓ હતી અને 10 દીકરાઓ.

જોખમમાં હતી કંગનાની જિંદગીઃ ચાઈલ્ડ લાઈન વર્કર બલજીત કુજૂરે જણાવ્યું કે સવારે તેને તરછોડી દેવાયેલી બાળકીના મળવાની જાણકારી મળી. તે નાસ્તો કર્યો વિના તેનું રેસ્ક્યૂ કરવા નિકળી ગયા. મિતાનીન અને એએનએમની મદદથી તેને વંદના સ્થિત હેલ્થ સેન્ટર લઈને પહોંચ્યા. જ્યાં નાળ બાંધી. સીડબલ્યૂસીમાં રજૂ કરીને તેને માતૃછાયા લઈને પહોંચ્યા. ગામમાં જીવિતપુત્રિકાનું વ્રત અને આ તરફ એક માતા બાળકીને છોડીને ચાલી ગઈ.

જ્યારે સવારે બિનવારસી સ્થિતિમાં બાળકીના મળવાની ખબર ગામમાં ફેલાઈ તો મહિલાઓનું કહેવું હતું કે, અમે દીકરા-દીકરીની લાંબી ઉંમર માટે અહીં નિર્જળા ઉપવાસ કરીએ છે અને આ કેવી માતા છે, જે દીકરીને મુકીને જતી રહી.

You cannot copy content of this page