Only Gujarat

FEATURED Gujarat

ગુજરાતમાં અહીં આર્મી મેન અને CRPFમાં સિપાહી તરીકે ફરજ બજાવતી યુવતી સાથે કર્યાં લગ્ન

હાલ સમગ્ર ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે કોરોનાની મહામારીમાં ગુજરાતમાં ઘણ્યા ગાઠ્યાં અનોખા લગ્ન જોવા મળ્યાં હતાં નહીંતર દર વર્ષે ગુજરાતના આંગણે ઘણી જગ્યાએ અનોખા લગ્ન જોવા મળ્યાં હતાં. ત્યારે આવા જ એક અનોખા લગ્ન સૌરાષ્ટ્રના કેશોદના મેસવાણ ગામની વુયતી વિભુતી જે બંગાળમાં CRPFમાં સિપાહી તરીકે ફરજ બજાવી રહેલી તેના લગ્ન અજાબ ગામના અને અમદાવાદમાં રહેતા આકાશ નામના યુવક સાથે થયા હતા તે યુવક આર્મી મેનમાં ફરજ બજાવી રહ્યો છે. આ બન્નેએ સમાજના આગેવાનોની હાજરીમાં પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને નવા જીવનની શરૂઆત કરી હતી. આ અવસર પર સમાજના આગેવાનોએ બન્નેનું સન્માન કર્યું હતું.

સૌરાષ્ટ્રમાં કેશોદના મેસવાણ ગામે રહેતા પટેલ જયંતી ભલાણીની પુત્રી વિભુતી હાલ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ (CRPF)માં છેલ્લા 6 વર્ષથી સિપાહી તરીકે પોતાની ફરજ નિભાવી રહી છે જ્યારે મૂળ અજાબ ગામના અને હાલ અમદાવાદ રહેતા કાંતી મેઘજી દેસાઈનો પુત્ર આકાશ છેલ્લા 10 વર્ષથી આર્મીમાં સૈનિક તરીકે દેશની સેવા કરી રહ્યો છે. આ બન્ને સમાજના આગેવાનોની હાજરીમાં લગ્નગ્રંથીથી જોડાયા હતાં.

યુવક અને યુવતીના પરિવારોની સહમતિથી 10 ડિસેમ્બરે મેસવાણ ગામે બન્નેના અનોખા લગ્ન યોજાયા હતા. આ અવસરે ગામના આગેવાનોએ નવદંપતિને કાયમી દેશની ગૌરવપૂર્ણ સેવા કરતા રહો તેવા આશિર્વાદ આપ્યા હતાં. ગામની દીકરી ફરજમાં સેવા બજાવતી હોય જમનાદાસ દેત્રોજા સહિતના સમાજના આગેવાનોએ લગ્નપ્રસંગ માટે સમાજની વાડી નિશુલ્ક ફાળવી આપી હતી. તેમજ નવદંપતિનું લગ્ન મંડપમાં સન્માન કરવામાં આવ્યું હતું. નવદંપતિના બન્ને પરિવારોએ તમામ આગેવાનો અને લોકોનો આભાર પણ માન્યો હતો.

મેસવાણના પટેલ સમાજના આગેવાન જણાવ્યું હતું કે, અમારાં ગામ અને સમાજ માટે આજે ગર્વ લેવા જેવો દિવસ છે. કારણ કે દેશની સેવા માટે બંગાળમાં ફરજ બજાવતી અમારી દીકરી દેશ સેવા માટે સેનામાં ફરજ બજાવતા યુવક સાથે લગ્નનગ્રંથીથી જોડાઈ છે. ત્યારે અમારું ગર્વ બે ઘણું વધી ગયું છે. ભવિષ્યમાં નવદંપતિ પોતાની ફરજ સારી રીતે બજાવતા રહે તેવા આર્શીવાદ સમાજના હાજર સૌકોઈએ આપ્યા હતાં.

You cannot copy content of this page