Only Gujarat

Health

સારા સમાચાર મળવાની આશા…કોરોનાની રસી આવશે તેવી અપેક્ષા, WHOએ કર્યો છે આ સૌથી મોટો દાવો

નવી દિલ્હીઃ દુનિયામાં કોરોના સંક્રમિતની સંખ્યા 1 કરોડથી વધુ થઇ ગઇ છે. આ મહામારીને નાથવા માટે વેક્સિન જ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યારે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય સંસ્થા કોરોના વેક્સિનની શોધમાં લાગી ગયા છે. આ બધા જ પ્રયાસો વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક આશાાસ્પદ અને મહત્વની માહિતી આપી છે. whoના જણાવ્યાં મુજબ ઓક્સફોર્ડ યુનિવર્સિટી જે વેક્સિન પર કામ કરી રહી છે. તે સફળતાની ખૂબ જ નજીક છે.


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ ઓક્સર્ફ યુનિવર્સિટી કોરોનાના ઇલાજ માટે જે વેક્સિન પર કામ કરી રહી છે. તે કોરોના વાયરસના તોડ માટે સૌથી વધુ કારગર સાબિત થાય તેમ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (who)ના વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામી નાથને કે આ વેક્સિન પર કામ કરી રહેલા, હાલ જે સ્ટેજ પર છે તે જોતા એવું લાગે છે કે તે સૌથી આગળ છે.


ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સ્ટ્રાજેનેકા( AstraZeneca)ની વેક્સિન ChAdOx1 nCov-19 ક્લિનિક ટ્રાયલમાં હવે અંતિમ તબક્કામાં છે. આ સ્ટેજ પર પહોંચનાર આ દુનિયાની પહેલી વેક્સિન છે. તો બીજી તરફ અમેરિકાની મોડેરના( Moderna Inc) અને આપણી વેક્સિન mRNA-1273 શંસોધનના બીજા તબક્કામાં પહોંચી ગઇ છે.મોડેરના (Moderna Inc) પણ તેમના સ્તરે ઘણુ ઝડપથી કામ કરી રહી છે. જો કે હાલ સ્ટ્રાજેનેકા( AstraZeneca) નું શંસોધન વૈશ્વિક સ્તરે વધુ આશાસ્પદ લાગી રહ્યું છે.


વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામી નાથને જણાવ્યું કે, Moderna Inc વેક્સિન પણ બહુ જલ્દી એટલે કે જુલાઇમાં તેના પરીક્ષણના થર્ડ ફેઝના ક્લિનિક ટ્રાયલમાં પહોંચી જશે. તેથી તે પણ વધુ પાછળ નથી પરંતુ હાલ AstraZeneca Plcનુંનો ગ્લોબલ સ્કોપ વધુ છે.


મળતી માહિતી મુજબ શરૂઆતની ટ્રાયલમાં બાળકો અને વૃદ્ધો પર કરવામાં આવશે., ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વેક્સિનનો ટેસ્ટ કરવાનું કામ 23 એપ્રિલથી શરૂ કર્યુ હતું. ઓક્સફર્ડ યુનિવર્સિટીના પરીક્ષણની ગતિને જોતા એવું લાગી રહ્યું છે કે, આ વર્ષના અંત સુધીમાં કદાચ કોરોનાની વેક્સિન આવી જશે.

You cannot copy content of this page