Only Gujarat

International

SARSની જેમ ખતમ થઈ શકે છે કોરોનાવાઈરસ? વૈજ્ઞાનિકોને મળી આ મોટી જાણકારી

અમેરિકામાં વૈજ્ઞાનિકોને પ્રથમ વખત કોરોના વાયરસમાં એક વિશેષ પ્રકારનું મ્યૂટેશન જોવા મળ્યુ છે. એરિઝોનામાં એક દર્દીના કોરોના વાયરસના નમૂનાની તપાસમાં જાણવા મળ્યું કે વાયરસના જેનેટિક-મટિરિયલનો એક હિસ્સો ગુમ છે.

વાયરસના જેનેટિક-મટિરિયલના ગાયબ થવાની આ ઘટના 2003માં સાર્સ રોગચાળો ફાટી નીકળ્યા પછી જોવા મળી હતી. ત્યારબાદ, સાર્સ રોગચાળો ધીરે ધીરે ખતમ થવા લાગ્યો હતો.

ડેઇલી મેઇલના રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિકોને વાયરસમાં જે ફેરફાર જોવા મળ્યા છે તેનાથી એવા પણ સંકેત મળ્યા છે કે મનુષ્યમાં વાયરસનો ચેપ નબળો પડી રહ્યો છે. જો કે, આ માટે અન્ય સ્થળોના નમૂનામાં પણ આવા ફેરફારો જોવાની જરૂર છે.

2003માં, જ્યારે સાર્સ દરમિયાન વાયરસનું સમાન મ્યૂટેશન વધવાનું શરૂ થયું, તો રોગચાળો ખતમ થવા લાગ્યો હતો. જોકે, સાર્સ આટલા મોટા પાયે વિશ્વભરમાં ફેલાયો ન હતો.

એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સંશોધનકારોનું માનવું છે કે જો મોટા પાયે વાયરસનું જેનોમ સિક્વન્સીંગ કરવામાં આવે તો આવા પરિણામો અન્ય સ્થળોએથી પણ મળી શકે છે.

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 36 લાખ લોકોને ચેપ લાગ્યો છે. તો 2 લાખ 57 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

એકલા અમેરિકામાં જ 12 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. તો, અમેરિકામાં 71 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page