Only Gujarat

International

આ મહિલાને છે બે ગર્ભાશય, બંનેમાં ઉછરી રહ્યા છે જોડિયા બાળકો, વિચિત્ર કિસ્સો

શું તમે ક્યારેય કોઈ મહિલાના બે ગર્ભ વિશે સાંભળ્યું છે? કેલી ફેયર હર્સ્ટ દુનિયાની પહેલી એવી મહિલા છે જેના પેટમાં બે ગર્ભ છે અને બંનેમા બે-બે બાળકો ઉછરી રહ્યા છે. આ વિચિત્ર વાતને સાંભળીને તમારા કાન પણ સરવા થઈ જશે પરંતુ આ વાત સાચી છે. જ્યારે ડૉક્ટરે તેમને આ વાત જણાવી તો તેને ખુદ પર વિશ્વાસ ન થયો. 28 વર્ષની કેલીને પહેલાથી જ બે દીકરીઓ છે અને હવે તે એકસાથે 4 બાળકોની માતા બનવાની છે. જો કે બાળકોને જન્મ આપવાની આ પ્રક્રિયા તેના માટે ખૂબ જ અઘરી રહેશે. આવો તમને જણાવીએ કેલીની આખી કહાની.

28 વર્ષિય કેલીને ડૉક્ટરે જણાવ્યું કે તેના પેટમાં બે ગર્ભાશય છે અને બંનેમાં બે બાળકો ઉછરી રહ્યા છે. એટલે કે કેલી એકસાથે 4 બાળકોને જન્મ આપવાની છે.આ બાળકો એક જેવા હોઈ શકે છે. ડૉક્ટરે જણાવ્યં કે આ ખૂબ જ ખાસ સ્થિતિ છે. આવું 50 મિલિયન કિસ્સાઓમાં એક જ વાર થાય છે.

કેલીને પહેલેથી જ બે બાળકીઓ છે. જેમાંથી એક 4 વર્ષની છે અને બીજી 3 વર્ષની. કેલીની પહેલી દીકરીનો જન્મ નિયત સમયથી 8 અઠવાડિયા પહેલા થઈ ગયો હતો. તો બીજી દીકરીનો જન્મ નિયમ સમયના 6 અઠવાડિયા પહેલા થયો હતો.

ડૉક્ટરોનું કહેવું છે કે કેલીનું ભાવિ સંતાન પણ સમય પહેલા જ પેદા થશે. જે સૌથી વધુ ચિંતાની વાત છે. કેલી કહે છે કે, તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે, તે બે ગર્ભાશયમાં જોડિયા બાળકોને જન્મ આપશે. તે કહે છે કે, મને જ્યારે આ વિશે ખબર પડી ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું.

કેલી અને તેને બૉયફ્રેન્ડ જોશુઆ બાઉંડ્રીએ ગર્ભધારણ કરવાના 12 અઠવાડિયા પહેલાની સોનોગ્રાફીની તસવીરો બતાવી છે. કેલી અને તેનો બૉયફ્રેન્ડ જોશુઆ ઈશ્વરની આ અદ્ભૂત ભેટથી ખૂબ જ ખુશ છે.

You cannot copy content of this page