Only Gujarat

International TOP STORIES

કોરોના વેક્સીન અંગે મોટા સમાચાર, ચીને અચાનક જ દુનિયાને ચોંકાવી દીધા

ચીને અચાનક જ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ચીને તેના લોકોને કોરોના રસી આપી દીધી છે. અમેરિકન અખબાર વૉશિંગ્ટન પોસ્ટે (Washington POST) આ દાવો કર્યો છે. અખબારના જણાવ્યા અનુસાર, ચીન લોકો પર કોરોના રસીનો પ્રયોગ કરનાર પ્રથમ દેશ છે.

અમેરિકન અખબારના સમાચાર મુજબ જુલાઈના અંતમાં ચીને આ રસીનો ઉપયોગ ઉચ્ચ જોખમ ધરાવતા ગ્રુપના લોકોમાં કર્યો છે. જો આ દાવાને સાચું માની લેવામાં આવે તો ચીને રશિયાના ત્રણ અઠવાડિયા પહેલા તેના લોકોમાં રસી ઉતારી હતી.

રશિયા અને ચીન વચ્ચેની રસી વચ્ચે સમાનતા એ છે કે બંને રસી ક્લિનિકલ ટ્રાયલ(clinical trials)નાં ધોરણોને પાર કર્યા નથી. બેઇજિંગના આરોગ્ય અધિકારીઓએ શનિવારે કહ્યું હતું કે તેઓએ સરકારી ઉદ્યોગો સાથે સંકળાયેલા કેટલાક તબીબી કામદારો અને કર્મચારીઓને જુલાઈના અંતમાં ઇમરજન્સી પ્રયોગ હેઠળ રસીની માત્રા આપી હતી.

આ સમયે જ્યારે આખી દુનિયા કોરોના રસી વિશે ચર્ચા કરી રહી છે. તેને બજારમાં લાવવા, રસીના વિકાસ અને તેની ટ્રાયલને લઈને દર થોડા દિવસોમાં વિવાદો થઈ રહ્યા છે. તેથી, ઘણા દેશો આ પ્રોટોકોલને છુપાડીને તેમની રસી વિશ્વમાં લાવવા માંગે છે.

બેજિંગ તરફથી આ જાહેરાત ગત સપ્તાહે રાજદ્વારી વિવાદ બાદ કરવામાં આવી હતી, જેમાં પપુઆ ન્યુ ગિનીએ કહ્યું હતું કે તેણે પ્રાયોગિક કોરોના વાયરસની રસી લેનારા ચાઇનીઝ ખાણ કર્મીઓને પરતમોકલી દીધા છે.

કોરોના રસી અંગે ચીનના દાવા બાદ યુ.એસ. સહિતના ઘણા દેશોમાં ભારે બેચેની છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતોકે, યુએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) કોઈ માહિતી આપ્યા વિના કોરોના રસી વિકસાવવામાં વિલંબ કરી રહ્યું છે.

11 ઓગસ્ટે, રશિયાએ વિશ્વની પ્રથમ કોરોના રસી બનાવવાની જાહેરાત કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેમના દેશમાં કોરોના વાયરસની પ્રથમ રસી બનાવવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની પુત્રીને પણ આ રસી આપવામાં આવી છે. તે સારો અનુભવ કરી રહી છે.

રશિયાનો દાવો છે કે આ રસીથી કોવિડ -19 સામે કાયમી ઈમ્યુનિટી વિકસાવી શકાય છે. જોકે, રશિયાના ક્લિનિકલ ટ્રાયલ એસોસિએશનના પ્રમુખે આ રસીની નોંધણી ન કરવા જણાવ્યું છે. ક્લિનિકલ ટ્રાયલ્સ સામાન્ય રીતે હજારો લોકો પર હાથ ધરવામાં આવે છે, જ્યારે રશિયન રસીનું ટ્રાયલ 100 કરતા ઓછા લોકો પર હાથ ધરવામાં આવ્યુ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page