Only Gujarat

International

કોરોના અંગે નિષ્ણાતોનો નવો દાવો, આંખને લઈને કર્યો મોટો ખુલાસો

ઓટ્ટાવા, કેનેડા: કોરોના મહામારીનો કેર યથાવત્ છે. રોજ તેના નવા લક્ષ્ણોના અહેવાલ સામે આવી રહ્યાં છે. આ દરમિયાન એક રિસર્ચમાં કોરોના નવા લક્ષણ વિશે માહિતી સામે આવી છે. નવા રિસર્ચ રિપોર્ટ અનુસાર, આંખોનો રંગ બદલાવવું પણ કોરોના વાઈરસનું લક્ષણ હોઈ શકે છે. કેનેડાના આઈ સાઈન્સના એક જનરલમાં પબ્લિશ થઈ રિપોર્ટ અનુસાર આંખનો રંગ બદલાય કે ગુલાબી થઈ જાય તો કોરોના વાઈરસનો શિકાર બન્યા હોવ તેમ બની શકે છે. આ રિપોર્ટ અનુસાર, એક 29 વર્ષીય મહિલા રૉયલ એલેક્ઝેન્ડ્રા હોસ્પિટલના આઈ કેર સેન્ટર અલબર્ટામાં આવા લક્ષણો સાથે આવી હતી. તે મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

કેનેડાના અલબર્ટા યુનિવર્સિટીમાં જ આસિ. પ્રોફેસર કાર્લોસ સોલર્ટે કહ્યું કે, આ મામલે સૌથી રસપ્રદ વાત એ રહી કે આ બીમારીનું મુખ્ય કારણ શ્વાંસ લેવામાં સમસ્યા નહીં પરંતુ આંખનો રંગ બદલાયો તે હતું. તેથી મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. આ મહિલાને તાવ કે ખાંસી નહોતી. અમેરિકામાં આઈ સ્પેશિયાલિસ્ટોના એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું કે, દર્દીઓને તપાસ્તા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સે દર્દીઓને કોરાના સંબંધિત સવાલ કરવા અને જો દર્દી કોરોના સંબંધિત લક્ષણો અંગે વાત કરે તો તેને કોરોના ટેસ્ટ કરાવવા સલાહ આપવી.

અમેરિકન એક્સપર્ટ્સ અગાઉ ચીની નિષ્ણાંતોએ એક શોધમાં દાવો કર્યો હતો કે, કોરોના વાઈરસ અશ્રુઓ થકી પણ ફેલાઈ રહ્યો છે. આ તપાસમાં 38 દર્દીઓની તપાસ કરવામાં આવી જેમાંથી એક ડઝનથી વધુ સંક્રમિત વ્યક્તિઓની આંખી ગુલાબી થઈ ગઈ છે. ચીનના વુહાનમાં વાઈરસ ફેલાયો ત્યારે તેને મુખ્ય લક્ષણમાંથી એક માનવામાં આવતું. વાઈરસ ફેલાતા સુકી ખાંસી, તાવ અને શ્વાંસમાં સમસ્યા જેવા લક્ષણ સામે આવવા લાગ્યા. હવે કોરોના સાથે નવું લક્ષણ જોડાયું કે તેની આંખો ગુલાબી થઈ ગઈ છે. તાવ, સુકી ખાંસી, શ્વાંસમા સમસ્યા ઉપરાંત ઠંડી અને શરીરમાં દુખાવો કોરોનાના લક્ષણમાં સામેલ છે.

કોરોનાના અન્ય પ્રકરાના લક્ષણોમાં સ્વાદ અને સૂંઘવાની ક્ષમતામાં ઘટાડો થવો પણ સામેલ છે. ગળામાં સમસ્યા અને હવે આંખનો રંગ બદલાય તે પણ તેના લક્ષણોમાં સામેલ થયા છે. ભારતમાં વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જોકે હજુ સુધી વાઈરસને અટકાવવા કોઈ વેક્સિન બની નથી. ડૉક્ટર્સ લક્ષણોના આધારે સારવાર કરી રહ્યાં છે. હાલ ઘણા દેશોમાં વેક્સિન પર કામ ચાલી રહ્યું છે.

You cannot copy content of this page