Only Gujarat

FEATURED International

USની આ કંપનીએ બનાવેલી કોરોના વેક્સિનને ટ્રાયલમાં મળી મોટી સફળતા

ન્યૂયોર્ક: કોરોના મહામારીને અટકાવવા માટે તમામ દેશો વેક્સિનની શોધ કરવામાં લાગેલા છે, એવામાં અમેરિકાથી સારા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં કોરોના વેક્સિનની ટ્રાયલમાં સામેલ દર્દીઓમાં સારા પરિણામો જોવા મળ્યા છે. આ વેક્સિન બનાવનારી બોસ્ટન સ્થિત બાયોટેક કંપની મૉર્ડનાએ સોમવારે સાંજે કહ્યું કે, જે વેક્સિનનું ટ્રાયલ કરવામાં આવ્યું તેના કારણે દર્દીઓના શરીરમાં ધારણા કરતા વધુ સારી ઈમ્યુનિટી ડેવલપ થઈ છે અને આડ અસરો નજીવા પ્રમાણમાં થઈ છે. આ વેક્સિનનું નામ mRNA-1273 રાખ્યું છે. આ સમાચારને કારણે અમેરિકન શેરબજારોમાં ભારે તેજી જોવા મળી હતી અને બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ લગભગ 3 ટકા વધ્યા હતા.

વેક્સિનની અસર સુરક્ષિત અને સહન કરી શકાય તેવી છે
સોમવારે મોર્ડનાએ પ્રારંભિક તબક્કાના ટ્રાયલના વચગાળાના પરિણામો અંગે માહિતી આપતા જણાવ્યું કે, mRNA-1273 નામની આ વેક્સિન જે લોકોને આપવામાં આવી હતી તેમના શરીરમાં નજીવા દુષ્પ્રભાવો જ મળ્યા હતા અને આ વેક્સિન એકંદરે સુરક્ષિત અને સહન કરી શકાય તેવી છે. વેક્સિન મેળવનારની ઈમ્યુન સિસ્ટમ વાઈરસ સામે લડવામાં કોવિડ-19થી રિકવર થયેલા દર્દીઓની સમકક્ષ અથવા તેના કરતા વધુ પ્રભાવશાળી જોવા મળી. મોર્ડનાના સીઈઓ સ્ટીફન બેન્સેલે કહ્યું કે,‘આટલા સારા પરિણામથી વધુની આશા કરી શકીએ એમ હતું જ નહીં.’

42 દિવસમાં માણસો પર ટ્રાયલ કરનારી પ્રથમ કંપની
મોર્ડન પ્રથમ અમેરિકન કંપની છે જેણે વેક્સિન બનાવવાની રેસમાં સૌને પાછળ રાખી દીધા. તેણે વેક્સિન માટે આવશ્યક જેનેટિક કોડ મેળવવાથી લઈ તેની માણસો પર ટ્રાયલ કરવાની જર્ની માત્ર 42 દિવસમાં પૂર્ણ કરી.

ત્યારબાદ 16 માર્ચના રોજ સિએટલની ક્રાઈજર પર્મેનન્ટ રિસર્ચ ફેસિલિટીમાં સૌપ્રથમ વેક્સિન 2 બાળકોની માતા 43 વર્ષીય જેનિફર નામની મહિલાને આપવામાં આવી હતી. પ્રથમ ટ્રાયલમાં 18થી55 વર્ષની ઉંમરના 45 જેટલા તંદુરુસ્ત વ્યક્તિઓનો સમાવેશ કરાયો હતો.

પ્રારંભિક સ્ટેજમાં નજીવી આડઅસરો જોવા મળી
મોડર્નના ચીફ મેડિકલ ઓફિસર, ટાલ જકસે કહ્યું કે પરિણામોથી જાણવા મળ્યું છે કે વેક્સિનની ખૂબ જ ઓછી માત્રા પણ કુદરતી સંક્રમણની તુલનામાં ઈમ્યૂન સિસ્ટમને સારો રિસ્પોન્સ આપે છે.

આ પરિણામ અને ઉંદર પર કરવામાં આવેલા ટેસ્ટ બાદ મળેલી માહિતીના આધારે કંપની હવે આગળના ટ્રાયલ એટલે કે ડોઝ આપવા માટેની યોજના ધરાવે છે. ટ્રાયલના પ્રારંભિક તબક્કામાં કેટલીક આડ અસરો જોવા મળી હતી, જે વેક્સીન માટે સામાન્ય બાબત છે. આ આંકડાએ અમારા વિશ્વાસની પૃષ્ટી કરી છે કે mRNA-1273માં કોરોનાને અટકાવવાની ક્ષમતા છે.

You cannot copy content of this page