Only Gujarat

FEATURED National

17 વર્ષે લગ્ન ને પછી સંતાનો, આ મહિલાએ દીકરી પાસેથી શીખ્યું અંગ્રેજી ને પરીક્ષા કરી પાસ

કહેવત છેકે, શીખવા માટેની કોઈ ઉંમર હોતી નથી. જે લોકો કંઈક અલગ કરવા માંગે છે તેઓ ક્યારેય હાર માનતા નથી. એક ખેડૂત પરિવારમાંથી આવતી સવિતા ડકલે તેનું જ ઉદાહરણ છે. તેણી હાલમાં જ 10માં ધરોણની પરીક્ષા આપીને ચર્ચામાં આવી હતી, તે પણ એટલા માટે કારણકે તેણીએ તેની પુત્રી પાસેથી ટ્યુશન લીધુ હતુ. અને અંગ્રજી શીખી હતી. સવિતા આગળ ભણવાનું ચાલુ જ રાખવા માંગે છે. તે પોતના પતિ સાથે ખેતી કામ કરીને તેમની મદદ પણ કરે છે. લોકડાઉનમાં ઘણા લોકોની હિમ્મત તૂટી ગઈ હતી. રોજગાર અને ધંધા પડી ભાંગ્યા હતા.

પરંતુ માણસની સાચી તાકાત તો મુસીબતનાં સમયમાં જ સામે આવે છે. સવિતાની કહાની પણ કંઈક એવી જ છે. તેના ભાઈ-બહેનમાં ત્રીજ નંબરની સવિતાનાં પિતા એક ફેક્ટરીમાં મજૂર હતા. માતા શાકભાજી વેચતી હતી. ઘરની પરિસ્થિતી એવી ન હતીકે, તેઓ બાળકોને ભણાવી શકે. મજબુરીમાં સવિતાએ ભણવાનું છોડવું પડ્યુ હતુ. તેણી 10માં ધોરણની પરીક્ષા આપી શકી ન હતી. 17 વર્ષની ઉંમરમાં જ તેનાં લગ્ન થઈ ગયા હતા. પછી બાળકો થયા. સવિતાએ ફરી હિંમત એકત્ર કરી. ખેતીમાં પતિને મદદ કરીને કમાણી વધારી. ત્યારબાદ પુત્રીને પોતાની ગુરૂ બનાવીને ભણવાનું શરૂ કર્યુ. છેલ્લી વખત તે ફેલ થઈ હતી. સવિતાએ પુત્રી પાસેથી અંગ્રેજી શીખી. ત્યારબાદ ફરી પરીક્ષા આપી અને પાસ થઈ ગઈ.

સવિતાને બે બાળકો છે. 11 વર્ષની પુત્રી કન્યાશ્રી અને 5 વર્ષીય આદિત્ય. કન્યાશ્રી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. સવિતા તેના પતિ સુનીલ સાથે ખેતરોમાં સખત મહેનત કરે છે. જેથી એટલી કમાણી કરી શકેકે, તે ઘરનો ખર્ચ અને બાળકોનું શિક્ષણ વધુ સારી રીતે આપી શકે.

આ સવિતાની હિંમત છે કે, તે રાત્રે સમય કાઢીને બીજાના કપડા પણ સીવે છે, જેથી તે થોડા વધુ પૈસા કમાઈ શકે. સવિતાએ મીડિયાને કહ્યું હતું કે જ્યારે તેણીએ 10માની પરીક્ષા આપવાનું વિચાર્યું ત્યારે લોકો તેની ઉપર હસી રહ્યા હતા.મોટી બહેનના લગ્નને કારણે તે સારી રીતે ભણી ન શકી અને ફેલ થઈ ગઈ હતી.

સવિતા કહે છે કે પરીક્ષા ફી 700 રૂપિયા હતી. આ રકમ તેના માટે મોટી છે, પરંતુ તેણે સખત મહેનત કરી પૈસા ઉભા કર્યા અને અભ્યાસ ચાલુ રાખ્યો.

સવિતા કહે છે કે, તે તેના ફોટા ફેસબુક પર શેર કરે છે. હવે ડિસ્ક્રિપ્શન અંગ્રેજીમાં લખે છે. મૂળ રીતે મરાઠી ભાષી સવિતાને અંગ્રેજી સારી રીતે વાંચતી અને બોલતી જોઈને લોકોને આશ્ચર્ય થાય છે.

સવિતા નર્સ બનવા માંગતી હતી, પરંતુ આ શક્ય નહોતું. તે કહે છે કે જીવનમાં કોઈએ હાર ન માનવી જોઈએ. તેની સફળતાની વાર્તા હિન્દી સાઇટ ધબેટરઈન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી.

સવિતાનો જુસ્સો અને મહેનત જોઇને તેનો પતિ સુનીલ પણ ગર્વ અનુભવે છે.

You cannot copy content of this page