Only Gujarat

Gujarat

વધુ એક અનૈતિક વેપારનો પર્દાફાશ, પોલીસે બે બનાવટી ગ્રાહક મોકલી પકડી પાડ્યું કુટણખાનું

ડીસા ઉત્તર પોલીસે શહેરમાં ચાલતા એક કુટણખાના પર બાતમીના આધારે દરોડા પાડી અનૈતિક વેપારનો પર્દાફાશ કર્યો છે અને એક મહિલા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. એક મહિલા અને બે પુરષો મળીને આ કુટણખાનું ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એક મહિનાની અંદર જ બનાસકાંઠા પોલીસે બીજું કુટણખાનું ઝડપી લીધું છે. આ અગાઉ થરાદમાં પણ પોલીસે કાર્યવાહી કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠાના પોલીસ વડાએ જિલ્લામાં ચાલતા કુટણખાના બંધ કરવાની કડક સૂચના આપી છે. જેને લઇ ડીવાયએસપી કુશલ ઓઝાએ આ મામલે અભિયાન હાથ ધર્યું હતું. તેમને બાતમી મળી હતી કે ડીસાના સાર ટાઉનશીપ ભાગ નંબર-2માં અનૈતિક દેહ વેપાર ચાલી રહ્યો છે. આ માહિતી મળતાં જ સોમવારે ડીસાની સાર ટાઉનશીપ સોસાયટી ભાગ-2 માં પીઆઈ ચૌહાણ તેમજ સ્ટાફે દરોડો પાડ્યો હતો.

પોલીસે બે બનાવટી ગ્રાહક મોકલી ડીકોય ગોઠવવામાં આવી હતી. એક વ્યક્તિને રહેણાંક મકાનમાં નકલી ગ્રાહક તરીકે મોકલ્યો હતો. બાદમાં પોલીસે દરોડા પાડતા ઘરમાંથી બહારથી છોકરીઓ મંગાવી દેહ વેપારનો ધંધો કરતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ કુટણખાનામાંથી બે મહિલાઓ અને 3 પુરુષો રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

પોલીસે ઘરમાંથી કોન્ડમ, એચઆઈવી. કીટ અને મોબાઇલ સહિત 20 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે પાંચેય આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેંશન એકટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ દરોડામાં પોલીસે પૂજા ટિકચંદ શ્રીમાળી, અશોક ચમનભાઈ, શંકર પુરાભાઈ ચૌધરી, અલ્પેશ રુઘનાથભાઈ દેલવાડિયા અને મહેશ સોનારામ પુરોહિતની ધરપકડ કરી છે.

આ અંગે નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાએ જણાવ્યું કે, સોમવારે સવારે 4.30 અને પાંચ વાગ્યાની આજુબાજુ ડીસા સાર ટાઉનશીપ-2માં બાતમી આધારે ડમી ગ્રાહકો મોકલી અને અનૈતિક વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં પાંચ આરોપીની અટક કરવામાં આવી છે. આ સાથે એક મહિલાને બચાવી લેવામાં આવી છે. આ દરોડામાં 20,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અગાઉ થરાદની પંચવટી સોસાયટીમાંથી કુંટણખાણુ ઝડપાયું હતું. મદદનીશ પોલીસ અધિક્ષકની ટીમે રહેણાંક મકાનમાંથી કુટણખાનુ ચલાવતી એક મહિલા અને તેના પુત્ર – પુત્રીને ઝડપી પાડ્યા હતા.

You cannot copy content of this page