Only Gujarat

FEATURED National

પાકિસ્તાનને સીધું કરનાર અજીત ડોવાલે પત્ની સથે આ મંદિરમાં કરી પૂજા

દેહરાદૂનઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ પોતાની પત્ની સાથે હાલ ઉત્તરાખંડના પ્રવાસે છે. અહીં તેઓ પોતાના કુળદેવીના પૂજામાં સામેલ થવા પહોંચ્યા હતા. અજીત ડોવાલ સાથે શુક્રવારે સવારે પરમાર્થ નિકેતનમાં યજ્ઞમાં સામેલ થયા બાદ તેઓ પૌડી સ્થિત પોતાના ગામ માટે નીકળી ગયા હતા.

ઋુષિકેશથી રવાના થયા બાદ એનએસએ જ્વાલ્પા દેવી મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે મા જ્વાલ્પા દેવી, ભગવાન શિવની આરાધના કરી હતી. આ સાથે જ તેમણે મંદિર સમિતિ તથા પૂજારીઓ સાથે વાત કરી હતી.

રાત્રે અહીં જ આરામ કર્યા બાદ શનિવારે ડોવાલ પોતાના પૈતૃક ગામ ઘીડીમાં કુળદેવી બાલકુમારીની પૂજા કરી હતી. એનએસએ ડોવાલ ગુરુવારે સાંજે ઋુષિકેશ પહોંચ્યા હતા.

શુક્રવારે સવારે પરમાર્થ નિકેતનમાં પરમાધ્યક્ષ સ્વામી ચિદાનંદ મુનિ તથા પત્નીની સાથે યજ્ઞમાં સામેલ થયા હતા.

તેમણે વૈશ્વિક શાંતિ માટે યજ્ઞમાં આહુતિ આપી. સવારે એનએસએ ડોવાલ ત્યાંથી પૌડી માટે નીકળી ગયા હતા. શનિવારે તેઓ ફરી સ્વર્ગાશ્રમ સ્થિત પરમાર્થ નિકેતન આશ્રમ પરત આવશે અને અહીં ગંગા આરતીમાં સામેલ થયા બાદ રાત્રિ રોકાણ કરશે.

એનએસએ અજીત ડોવાલ સુપર સ્પાય તરીકે લોકપ્રિય છે અને આ પ્રથમવાર છે કે જ્યારે તેઓ પત્ની સાથે આ રીતે જાહેરમાં જોવા મળ્યા હોય.

You cannot copy content of this page