Only Gujarat

Bollywood FEATURED

‘દ્રૌપદી’ પતિથી અલગ થઈ 13 વર્ષ નાના પ્રેમી સાથે રહેતી લિવ ઈનમાં, દીકરો છે 23 વર્ષનો

મુંબઈઃ 32 વર્ષ પહેલા બી આર ચોપરાના ટીવી શો ‘મહાભારત’માં દ્રૌપદીનો રોલ ભજવનાર રૂપા ગાંગુલી 54 વર્ષની થઈ ગઈ 25 નવેમ્બર, 1966માં કલ્યાણી, કોલકાતામાં થયો હતો. રૂપા ગાંગુલીએ બંગાળી ટીવી તથા ફિલ્મમાં કામ કર્યું છે. રૂપા ગાંગુલીનું જીવન ઘણું જ ચઢાવ-ઉતાર જોવા મળ્યો છે. 1992માં રૂપાએ મિકેનિકલ એન્જિનિયર ધ્રુબ મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્ન જીવન સારું રહ્યું નહોતું અને 2009માં તેમના ડિવોર્સ થઈ ગયા હતા.


ત્રણ વાર આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસઃ રિયાલિટી શો ‘સચ કા સામના’માં રૂપાએ આ વાત સ્વીકારી હતી કે લગ્ન બાદ તેણે એક્ટિંગ છોડી દીધી અને પતિની સાથે કોલકાતામાં શિફ્ટ થઈ ગઈ. જોકે, પતિ રોજિંદા ખર્ચાના પણ પૈસા આપતો નહોતો. આ જ કારણે તેમની વચ્ચે નાના-મોટા ઝઘડા થવા લાગ્યા હતા. આથી જ તેણે ત્રણ વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.


23 વર્ષના દીકરાની માતાઃ રૂપાએ કહ્યું હતું કે ધ્રુબ તેના એક્ટ્રેસ હોવાને કારણે અસલામતી અનુભવતો હતો. તેમને એક દીકરો આકાશ છે. આકાશનો જન્મ 1997માં થયો હતો. સ્પીડમાં કાર ચલાવવાને કારણે 2019માં પોલીસે રૂપાના દીકરાની ધરપકડ કરી હતી અને પછી રૂપાએ ટ્વી પણ કરી હતી.


13 વર્ષ નાના પ્રેમી સાથે રહી હતી લિવ ઈનમાં: પતિ ધ્રુબથી અલગ થયા બાદ રૂપા 13 વર્ષ નાના સિંગર દિબ્યેન્દુ સાથે લિવ ઈનમાં રહેવાની શરૂઆત કરી હતી. જોકે, બંને અલગ થઈ ગયા હતા. ‘સચ કા સામના’માં રૂપાએ એમ પણ કહ્યું હતું કે ‘મહાભારત’ દરમિયાન તે પરિણીત વ્યક્તિના પ્રેમમાં પડી હતી.


એક્ટ્રેસ બનવું નહોતું: રૂપા ગાંગુલી માને છે કે તે સારી એક્ટ્રેસ નથી. તેને ખ્યાલ નથી કે તે કેવી રીતે એક્ટિંગ કરી શકે છે. જોકે, તે સારી એક્ટિંગ કરવાનો પ્રયાસ કરે છે.

પ્લેબેક સિંગિંગ પણ કર્યું: રૂપા એક્ટ્રેસ બનવા માગતી નહોતી. દ્રૌપદીનો રોલ તેના માટે ઘણો જ ફાયદાકારક રહ્યો. તેણે અનેક સારા ડિરેક્ટર્સ સાથે કામ કર્યું. આટલું જ નહીં પ્લેબેક સિંગિંગ માટે ફિલ્મફેર અવોર્ડ પણ મળ્યો હતો.


હવે રાજકારણમાં: 2015માં રૂપાએ ભાજપ જોઈન કર્યું હતું. 2016માં પ. બંગાળની વિધાનસભા ચૂંટણી લડી હતી. જોકે, તે હાવડા નોર્થમાંથી હારી ગઈ હતી.

You cannot copy content of this page