Only Gujarat

FEATURED National

આ યુવતી બની જમ્મુ-કાશ્મીરની પહેલી મહિલા બસ ડ્રાઈવર, હવે મહિલા ચલાવશે બસ

જમ્મુ-કાશ્મીરના કઠુઆની રહેનાર પૂજા દેવી રાજ્યની પહેલી મહિલા બસ ડ્રાઈવર બની ગઈ છે. તે જમ્મુ-કઠુઆ રોડ પર યાત્રી બચ ચલાવે છે. જમ્મુ-કાશ્મીરમાં તેના પહેલા કોઈ મહિલાએ આજ સુધી યાત્રી બસ ચલાવી નથી. મૂળ રૂપથી એક ડ્રાઈવિંગ ટ્રેનર પૂજા દેવીને ડ્રાઈવર બનનવાના પોતાના જૂનૂનના કારણે તે ડ્રાઈવરની નોકરી અપનાવી છે. મહિલા ડ્રાઈવર પૂજાને દરેક પડાવ પર કઠુઆથી જમ્મુ પરત અને જવાના ક્રમમાં લોકો પાસેથી સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે અને લોકો આ મહિલા ડ્રાઈવરના ભરપૂર વખાણ કરી રહ્યાં છે.

કઠુઆ જિલ્લાના સુદૂર સંધાર-બસોહલી ગામમાં મોટી થયેલ 30 વર્ષની પૂજાએ કહ્યું હતું કે, તેને ડ્રાઈવિંગનો શોખ હતો અને તે ત્યારથી કાર ચલાવી રહી હતી જ્યારથી એક ટીનેજર હતી. તેના મનમાં ભારે વાહન ચલાવવાની ઈચ્છા પહેલેથી જ હતી અને તે સપના હવે પૂરા થઈ રહ્યાં છે. પૂજાએ કહ્યું કે, મારા પરિવારે શરૂમાં મારો સાથ આપ્યો ન હતો. પરંતુ કોઈ અન્ટ નોકરી કરવા માટે હું વધારે ભેણેલી નહોતી. આ નોકરી મને સૂટ કરે છે. હું કમર્શિયલ વાહન ચલાવવાની શીખવાડતી હતી. હું જમ્મુમાં ટ્રક પણ ચલાવી ચૂકી છું. મારા સપના હવે સાચા થઈ રહ્યાં છે. પૂજા પોતાના નાના પુત્રને બસમાં જ ડ્રાઈવર સીટની પાછળ બેસાડીને બસ ચલાવે છે. તેની પુત્રી 10મા ધોરણમાં ભણે છે.

બસ ડ્રાઈવર બનવાના નિર્ણય પર તેના પરિવારમાં વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. પૂજાએ કહ્યું કે, પરિવારના સદસ્યો અને સાસરીવાળા આ નોકરીના વિરોધમાં હતાં. પૂજા દેવીએ કહ્યું કે, તેના પરિવારજનો અને સંબંધીઓનો વિરોધ હોવા છતાં પણ તે ડ્રાઈવર બનવાનો નિર્ણય કર્યો હતો. પૂજાએ આ પ્રોફેશનલ ડ્રાઈવર બનવાના નિર્ણયને લઈને કહ્યુ હતું કે, આજ મહિલાઓ ફાઈટર જેટ ઉડાળી શકે છે. હું આ પરંપરાને તોડવા માંગતી હતી કે ફક્ત પૂરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ યાત્રીી બસ ચલાવી શકે છે. હું તે તમામ મહિલાઓને સંદેશ આપવા માગું છું કે, જે ચેતવણીપૂર્ણ નોકરીમાં પોતાનો હાથ અજમાવવા માગે છે અને પરિવાર તેના સપનાઓને પૂરા કરવા દેતાં નથી.

પૂજા દેવીએ કહ્યું કે, તેને સૌથી વધારે વ્યસ્ત રહેવાવાળા જમ્મુ-કઠુઆ-પઠાણકોટ રૂટ મળ્યો છે. આ હાઈવે પર સારા ડ્રાઈવર માટે પણ બસ ચલાવવી મુશ્કેલ હોય છે કારણ કે ટ્રાફિક બહુ વધારે હોય છે પરંતુ હું હંમેશા આનું સપનું જોયું. પહેલી ડ્રાઈવે મને બહુ જ આત્મવિશ્વાસ આપ્યો.

પૂજા દેવીએ પહેલીવાર આ તક મળવા પર કહ્યું કે, જમ્મુ-કઠુઆ રોડ બસ યુનિયનના અધ્યક્ષ કુલદીપ સિંહે મારો અનુરોધ સ્વીકાર કર્યો તો હું વાસ્તવમાં આશ્ચચકિત થઈ ગઈ હતી. તેમણે મને એક બસ આપી અનેમને પ્રોત્સાહન વધાર્યું. તેઓ પહેલા એવા વ્યક્તિ હતાં જેમણે મારા ડ્રાઈવિંગ સ્કિલ પર ભરોસો હતો.

પીજા દેવીએ કહ્યું કે, તેનો પરિવાર આર્થિક રૂપથી નબળો હતો અને તેના કારણોમાંથી એક હતું. જેના કારણે કમાવવા માટે ઘરની બહાર આવવું પડ્યું. તેણે કહ્યું કે, મને એક પ્રતિષ્ઠિત ડ્રાઈવિંગ સંસ્થા દ્વારા શીખવાડવાના દર મહિને 10000 રૂપિયા મળતાં હતાં.

મને જ્યારે ભારે વાહન ડ્રાઈવિંગ લાયસન્સ મળ્યું તો મેં સંઘનો સંપર્ક કર્યો હતો અને તેમણે જમ્મુ-કઠુઆ રસ્તા પર ચાલનારી યાત્રી બસને આપીને મારો ભરોસો કર્યો હતો. વધુમાં પૂજાએ કહ્યું કે, જો મહિલાઓ પાયલટ, ડોક્ટર, પોલીસ અધિકારી બની શકે છે અને અન્ય રૂપમાં કામ કરી શકે છે. તો તે ડ્રાઈવરની નોકરી કેમ ન કરી શકે.

You cannot copy content of this page