Only Gujarat

FEATURED National

દારૂના નશામાં ભાઈ ભૂલ્યો ભાન ને કહી દીધી એવી વાત કે પોલીસની આંખો પણ થઈ ગઈ ચાર

ઉત્તરપ્રદેશની મુરાદાબાદ પોલીસે ઓનર કિલિંગની એવી ઘટનાનો ખુલાસો કર્યો છે, જેની ન તો પોલીસને ખબર હતી કે ન તો પોલીસની પાસે આ વિશે કોઈ ફરિયાદ આવી હતી. નાગફની પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિતા-પુત્રીના ડબલ મર્ડરમાં ઝડપાયેલા આરોપીએ જેલમાં જતા પહેલા ઑનર કિલિંગની ઘટના અંગે જણાવ્યું હતું. ઑનર કિલિંગની ઘટનાને આરોપીઓના મિત્રના મોટા ભાઈએ અંજામ આપ્યો હતો. તપાસ બાદ પોલીસે ઓનર કિલિંગના આરોપીઓની પણ ધરપકડ કરી હતી.

મુરાદાબાદના નાગફ્નીના કિસરોલ દિવાન ખાનામાં 6 નવેમ્બરના રોજ પ્રોપર્ટી ડીલર નઝારત હુસેન અને તેની પુત્રી સમરીનની હત્યાના મામલે પોલીસે અહીં રહેતા મન્નાન અને યુનુસની ધરપકડ કરી હતી. ડબલ મર્ડરના આરોપીઓની પૂછપરછ કર્યા બાદ પોલીસ જેલમાં મોકલવાની તૈયારી કરી હતી, તે પહેલાં બંનેએ પોલીસને ઓનર કિલિંગની ઘટના અંગે જણાવ્યું હતું.

આરોપીઓએ જણાવ્યું હતું કે, તેના એક ડ્રગ વ્યસની મિત્ર ટીંકુના મોટા ભાઈ તારિકે તેની બહેન અકશાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને હાર્ટ એટેકથી મોતની ખોટી વાર્તા બનાવીને મૃતદેહને દફનાવી દીધો હતો. આરોપીએ જણાવ્યું હતું કે, નશાની હાલતમાં મિત્રએ તેમને આ રહસ્ય જણાવ્યું હતું. કોઈને પણ આ વસ્તુની જાણકારી નથી. ઑનર કિલિંગની આ વાર્તા સાંભળ્યા બાદ પોલીસ તપાસમાં જોડાઈ ગઈ.

એએસપી અનિલ કુમારે જણાવ્યુકે,જે દિવસે આરોપીઓએ ઑનર કિલિંગની આ ઘટના વિશે જણાવવામાં આવ્યું હતું, એજ દિવસે અક્શાના પતિ ઇરફાને તેની પત્નીની હત્યા કરી અને લાશને દફન કરવાની ફરિયાદ પણ આપી હતી. આ પછી પોલીસની શંકા વધુ તીવ્ર બની હતી, ત્યારબાદ પોલીસ ટીમે લાશને કબરની બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આક્શાનું ગળું દબાવવાના કારણે મોત થયું હોવાનું બહાર આવ્યું છે.આ પછી પોલીસે આરોપી ભાઈ તારિકની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તારિકે કહ્યું હતું કે તેની બહેનની ચાલ-ચલગત યોગ્ય ન હતી. અક્શાએ ત્રણ વર્ષ પહેલા મોહમ્મદ ઇરફાન સાથે લવ મેરેજ કર્યા હતા. તેમને એક પુત્ર પણ છે. યુવતીના પરિવારના સભ્યો આ લવ મેરેજથી ખૂબ જ નારાજ હતા.

આરોપી ભાઈએ જણાવ્યું હતું કે, આ લવ મેરેજ બાદ તે ફરી એક યુવકના પ્રેમમાં પડી ગઈ હતી. જે બાદ તે તેના પતિને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જ્યારે તે પાછી આવી, ત્યારે પતિએ તેને રાખવાની ના પાડી. આ પછી તે પિયર આવીને રહેવા લાગી.

આરોપીએ જણાવ્યું કે, બહેન અક્શાના આ પગલાથી તેને વારંવાર શરમમાં મુકાવું પડતુ હતુ. આ કારણોસર, તેણે તક મળતાની સાથે જ આકાશની ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી અને સંબંધીઓ અને પરિવારના સભ્યોને કહ્યું કે,અક્શાનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું હતું, ત્યારબાદ બહેનની લાશ દફનાવી દેવામાં આવી હતી.

You cannot copy content of this page