Only Gujarat

Bollywood FEATURED

આખું બોલિવૂડ ડૂબેલું છે ડ્રગ્સના નશામાં, જાણો કોણે કહી બોલિવૂડની કડવી હકીકત

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા મામલે સીબીઆઈની ટીમ તપાસ કરી રહી છે અને દરેક એન્ગલની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની ડ્રગ ચેટ સામે આવ્યા બાદ એનસીબીએ આ મામલે દખલગીરી કરી છે. જ્યારે રિયાએ ઈન્ટરવ્યૂમાં સુશાંતના ડ્રગ્સ લેતા હોવાનો દાવો કર્યો હતો. બોલિવૂડ અને ડ્રગ્સ કનેક્શન અંગે એક અંગ્રેજી ન્યૂઝ ચેનલ દ્વારા ફિલ્મ ટેકનિશિયન સાથે વાત કરવામાં આવી તો તેણે ચોંકાવનારો દાવો કર્યો કે કોઈપણ કલાકાર ડ્રગ્સ વગર એક્ટિંગ કરી શકતો નથી.

ડ્રગ્સ વગર બહાર નથી આવતી રિયલ એક્ટિંગઃ ટેકનિશિયને જણાવ્યું કે,‘ડ્રગ્સ બોલિવૂડમાં નજીવી બાબત છે એટલે કે અહીં નાનો આર્ટિસ્ટ હોય કે મોટો. તમામ તેની લતમાં ડૂબેલા છે. આ લોકો વેનિટી વેનમાં ડ્રગ્સ લેતા હોય છે અને પાર્ટીઝમાં પણ આમ જ થાય છે, તેમને આ ડ્રગ્સ ગમે ત્યાંથી મળી જ જાય છે.’

‘મને ઈન્ડસ્ટ્રીમાં 12 થી 15 વર્ષ થઈ ગયા છે અને મેં જોયું છે કે નાનો એક્ટર હોય કે મોટો એક્ટર જ્યાં સુધી ડ્રગ્સ ના લે ત્યાં સુધી અંદરથી રિયલ એક્ટિંગ બહાર આવતી નથી. ઘણા ઓછા એક્ટર એવા હશે જે ડ્રગ્સ વિના એક્ટિંગ કરી શકતા હશે. આટલા વર્ષોમાં જોયું છે કે જ્યાં સુધી નશો ના કર્યો હોય એક્ટિંગ બહાર આવતી નથી. તેના વગર એક્ટિંગ કરવી ના કરવી એકસમાન રહે છે.’

બોલિવૂડને સરળતાથી મળે છે ડ્રગ્સઃ ટેકનિશિયને જણાવ્યું કે,‘મોટા આર્ટિસ્ટના ડ્રગ્સ અલગ પ્રકારના હોય છે અને નોર્મલ આર્ટિસ્ટ માટે અલગ. જે નાના આર્ટિસ્ટ હોય તે ચરસ-ગાંજાનું સેવન કરે છે. અહીં નશા વગર કંઈ થતું નથી. આજસુધી મે જેટલા સારા આર્ટિસ્ટને જોયા છે તેઓ ડ્રગ્સ-નશા વગર એક્ટિંગ કરી શકતા નથી.

‘અગાઉના આર્ટિસ્ટ જે રીતે એક્ટિંગ કરતા તેવી એક્ટિંગ આજના સેલેબ્સ નશા વગર કરી શકે નહીં. આજકાલ 18-20 કલાક કામ કરતા રહેવું અને વધુ પ્રોજેક્ટના કારણે થતા થાકને કારણે ડ્રગ્સનું સેવન કરવું પડતું હોઈ શકે છે. ડ્રગ્સ ભારતમાં પ્રતિબંધિત છે અને તે મળવું મોટી વાત છે. પરંતુ કઈંક તો એવું કનેક્શન છે કે બોલિવૂડમાં ડ્રગ્સ સરળતાથી મળી જાય છે.’

You cannot copy content of this page