Only Gujarat

FEATURED Gujarat

વાપી: યુવક પરિણીત હોવા છતાં બીજી યુવતી સાથે કર્યાં લગ્ન બાદમાં બન્ને ગયા ફરવા પણ ત્યાં…..

વાપીના ચલા ખાતે રેડિમેડ કપડાંની દુકાનનો માલિક ધવલે એક યુવતી સાથે લગ્ન કર્યાં હોવા છતાં પણ 19 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને સાથે લગ્ન કર્યાં હોવાની ફરિયાદ વાપી પો-લીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પો-લીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, દુકાનમાં કામ કરતી વખતે તે યુવતી ધવલના પ્રેમમાં પડી હતી. ત્યાર બાદ બન્ને રાજસ્થાન અને માઉન્ટ આબુ ફરવા માટે પણ ગયા હતાં, જ્યાં તેને વારંવાર ફોન આવતાં હતાં પરંતુ તે ફોન ઉપાડતો ન હોવાથી તે યુવતીને શંકા ગઈ હતી. પરિવારજનોને સમગ્ર વિગત જણાવતાં તપાસ કરતા ધવલ પરિણીત હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેણે એક યુવતી પાસેથી પૈસા લીધા હતા અને તેને પણ લગ્નનું બહાનું બતાવ્યું હતું.

આ સમગ્ર કેસમાં ડીવાયએસપી મનોજ શર્માએ કહ્યું હતું કે, વાપીમાં 19 વર્ષની યુવતી નોકરીની શોધમાં ચલા રોડ પર આવેલી રેડિમેડ કપડાંની દુકાનના આરોપી ધવલને મળી હતી ત્યાર બાદ તે યુવતીએ નોકરી માટે ચર્ચા કરી હતી અને નોકરી શરૂ કરી હતી. જોકે નોકરી કરતી વખતે આ યુવતીની ધવલ સાથે આંખ મળી ગઈ હતી. 12/10/2020ના રોજ વલસાડમાં સતીમાતાના મંદિરે ધવલ અને નોકરી કરતી યુવતીએ માતા-પિતાથી છુપાવીને લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ બન્ને રાજસ્થાન ફરવા માટે ગયા હતાં તે સમયે બન્નેએ નક્કી કર્યું હતું કે, આપણે બન્ને ભાગી જઈએ ને ઘરે કોઈને કહેવું નથી. તે બન્ને ફરવા માટે રાજસ્થાન અને માઉન્ટ આબુ ગયા હતાં.

બીજીવાર બન્ને રાજસ્થાન અને માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા ત્યારે ધવલ પર વારંવાર ફોન આવતાં હતાં પરંતુ ધવલ કોઈના ફોન ઉપાડતો નહતો. જેના કારણે તે યુવતીને શંકા ગઈ હતી કે આ ફોન કેમ કોઈના ઉપાડતો નથી. તેથી યુવતીએ ઘરે આવીને માતા-પિતાને આ વાત કરી હતી અને કહ્યું હતું કે, મેં 12/10/2020ના રોજ હું જ્યાં નોકરી કરતી હતી તે ધવલ સાથે લગ્ન કરી લીધા છે તમે તેના ઘરે જઈને તપાસ કરો.

ત્યાર બાદ યુવતીના પિતા અને પરિવારજનોએ ઉમરગામ તપાસ કરતાં તે એક બીજી યુવતી સાથે છેલ્લા ઘણાં સમયથી લિવ ઈન રિલેશનમાં રહે છે અને તેણે આ યુવતી સાથે પણ બે મહિના પહેલા જ લગ્ન કર્યાં હતાં. જ્યાં ધવલ સાથે ફરેલા લગ્નના ફેરા સહિતના બધાં ફોટો બતાવ્યા તો ખબર પડી કે તેણે તો બીજા લગ્ન કરેલા છે.

આ સમગ્ર ઘટના અંગે પરિવારે પો-લીસને જાણ કરી હતી. પોલીસે ધવલ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મુંબઈમાં એક ત્રીજી યુવતી છે, તેની પાસેથી ધવલે પૈસા લીધા છે અને તેને પણ લગ્નનું બહાનું બતાવ્યું છે. યુવતીઓને છેતરી, એક લગ્ન કરવા છતાં બીજા લગ્ન કર્યાં હોય, તેથી તેના સગા વ્હાલા અને જે લોકોએ લગ્ન કરાવ્યા હતા તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ કેસમાં ધવલની ધરપકડ કરાઈ છે અને જે આરોપીઓના નામ એફઆઈઆરમાં છે તેમની પૂછપરછ કરી તેમની વિરુદ્ધ યોગ્ય પૂરાવા જણાશે તો તેમની પણ ધરપકડ કરવામાં આવશે.

You cannot copy content of this page