Only Gujarat

Business FEATURED

કોઈને 190 કરોડ તો કોઈને 160 કરોડ, બેંકના પાંચ કર્મચારીઓને મળ્યું મહેનતનું ફળ

મુંબઈઃ કોટક મહિન્દ્રા બેંકના પ્રમુખ ઉદય કોટકે છેલ્લા બે દાયકામાં પોતાના અનેક કર્મચારીઓને અબજોપતિ અને કરોડપતિ બનાવી દીધા છે. ખાનગી ક્ષેત્રની પ્રમુખ બેંકેના ટોપ 5 એક્ઝીક્યૂટિવ્સ પાસે બેંકના જે શેર છે, તેની કિંમત 100 કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે.

એટલે કે બેંકે પોતાના 5 એક્ઝિક્યૂટિવ્સને અબજોપતિ બનાવી દીધા છે. આ શેર આ ટોચના કર્મચારીઓને એમ્પ્લૉઈઝ સ્ટૉક્સ ઑપ્શનના રૂપમાં આપવામાં આવ્યા હતા, જે મોટા અધિકારીઓના પેકેજનો ભાગ હોય છે. અનેક વરિષ્ઠ અધિકારીઓએ આ વચ્ચે પોતાના શેર્સ વેચી દીધી, પરંતુ આજે કંપનીમાં પાંચ એવા વરિષ્ઠ અધિકારીઓ છે, જેમના શેર્સનું મૂલ્ય 100 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. બેંકના સીઈઓ ઉદય કોટક છે. કોટક મહિન્દ્રા બેંકની બજાર પૂંજી 2, 34, 383 કરોડ રૂપિયા છે.

આ છે પાંચ અબજેપતિ કર્મચારી
1. શાંતિ એકંબરમ, કંઝ્યૂમર બેંકિંગના પ્રમુખ 2. જયમિન ભટ્ટ, બેંકના પ્રેસિડેન્ટ અને ગ્રુપ સીએફઓ 3. દિપક ગુપ્તા, બેંકના જૉઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર 4. નારાયણ એસએ, બેંકના પ્રેસિડેન્ટ 5. ગૌરાંગ શાહ, બેંકના પ્રેસિડેન્ટ

કોટક મહિન્દ્રાના કન્ઝ્યૂમર બેકિંગના પ્રમુખ શાંતિ એકંબરસની પાસે રહેલા શેરનું મૂલ્ય 190 કરોડ રૂપિયા છે. એકંબરમ છેલ્લા અઢી દાયકાથી કોટક ગ્રુપનો ભાગ છે. બેંકના પ્રેસિડેન્ટ અને ગ્રુપ સીએફઓ જયમિન ભટ્ટની પાસે રહેલા શેર્સની કિંમત 160 કરોડ રૂપિયા પર પહોંચી છે. ભટ્ટ 1985માં આ ગ્રુપ સાથે જોડાયા હતા અને 2000ના દાયકામાં ગ્રુપ સીએફઓ બન્યા હતા.

બેંકના જૉઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર દિપક ગુપ્તા પાસે રહેલા શેર્સનું મૂલ્ય 144 કરોડ રૂપિયા છે. ગુપ્તા 3 દાયકાથી બેંક સાથે જોડાયેલા છે. ગુપ્તાને બેંકના બોર્ડમાં પણ જગ્યા આપવામાં આવી છે અને કોટકને બેંકિંગ સેક્ટરમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. વર્ષ 2003માં યેસ બેંક સિવાય કોટક બીજી ખાનગી બેંક હતી, જેને બેંકિંગનું લાયસન્સ આપવામાં આવ્યું હતું.

બેંકના પ્રેસિડેન્ટ નારાયણ એસએ પાસે હાજર શેર્સનું મૂલ્ય 141 કરોડ રૂપિયા છે. નારાયણ એવા કેટલાક પ્રોફેશનલ્સમાંથી છે જેમણે 90ના દાયકાની શરૂઆતમાં જ કોટક ગ્રુપને જોઈન કરી લીધું હતું. બેંકના પ્રેસિડેન્ટ ગૌરાંગ શાહ પાસે રહેલા શેર્સની કિંમત 103 કરોડ સુધી પહોંચી ગઈ છે.

You cannot copy content of this page