Only Gujarat

FEATURED National

15 વર્ષના બાળકે માત્ર 250 રૂપિયામાં બનાવ્યું ટચેલેસ ઓટોમેટિક સેનિટાઈઝર મશીન

વારાણસીઃ કોરોનાથી બચવા મટે સાફ-સફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. WHOએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સાફ સફાઈમાં વારંવાર હાથ ધોવાની વાત કહી છે. એવામાં કોરોનાના વધતા જતા મામલા વચ્ચે બજારમાં સેનિટાઈઝરની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે. ત્યાં જ, પ્રધાનમંત્રીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં 10માં ધોરણમાં ભણતા 15 વર્ષના વિદ્યાર્થીએ ઘરના ભંગાર અને 250 રૂપિયાના ખર્ચમાં ટચલેસ ઑટોમેટિક સેનિટાઈઝર મશીન બનાવ્યું છે.

કોરોના પહેલા મોટા ભાગ લોકોએ સેનિટાઈઝરને ખૂબ જ જરૂરી વસ્તુઓમાં નહોતું રાખ્યું. પરંતુ હવે તે સૌથી જરૂરી વસ્તુઓની યાદીમાં આવે છે. કોરોના કાળમાં તેનો સ્પર્શ કર્યા વિના ઉપયોગ કરવો એ સૌથી મોટો પડકાર છે. આમ તો બજારમાં ટચલેસ સેનિટાઈઝર મશીન આવી ચુક્યા છે, પરંતુ તેમનો ભાવ ખૂબ જ વધારે છે. જોકે વારાણસીમાં ભણતા 15 વર્ષના વિદ્યાર્થી વિવેકે ઘરના કબાડ અને 250 રૂપિયાના ખર્ચે ‘ટચલેસ ઑટોમેટિક સેનિટાઈઝર મશીન’ બનાવ્યું છે.

વિવેકે જણાવ્યું કે ‘ટચલેસ ઑટોમેટિક સેનિટાઈઝર મશીન’ બનાવવાની પ્રેરણા તેને પીએમ મોદીના એ કથનમાંથી મળી જેમાં તેમણે કહ્યું હતું કે, કોઈ પણ વસ્તુને અડવાથી બચો. વિવેકે જણાવ્યું કે તેણે ઘરના ભંગાર અને બજારથી કેટલોક સામાન લાવીને આ મશીન બનાવ્યું છે. આ મશીન પાસે હાથ લઈ જશો એટલે તે પોતે જ મશીનમાં ભરેલું સેનિટાઈઝર આપે છે.

પીએમ મોદી કરે મશીનને લૉન્ચઃ વિવેકે જણાવ્યું કે આ મશીનને બનાવવામાં આઈઆર સેન્સર, રજિસ્ટર અને એડેપ્ટર જેવી વસ્તુઓનો ઉપયોગ થયો છે. આ વસ્તુને બજારમાંથી લાવવામાં માત્ર 250 રૂપિયાનો જ ખર્ચ થયો છે. વિવેક ઈચ્છે છે કે તેના મશીનનો ઉપયોગ સરકારી ઑફિસ, સ્કૂલ અને હૉસ્પિટલમાં થયા. સાથે જ તે ઈચ્છે છે કે મુખ્યમંત્રી યોગી અને પ્રધાનમંત્રી મોદી તેના મશીનને લૉન્ચ કરે.

You cannot copy content of this page