Only Gujarat

Bollywood FEATURED

ડ્રગ્સ કેસમાં જાણીતી અભિનેત્રીની કરાઈ ધરપકડ, જાણો શું છે સમગ્ર કેસ

કર્ણાટક ડ્રગ્સ મામલામાં બેંગલુરુની કેન્દ્રીય અપરાધ શાખા સીસીબીએ શુક્રવાર 4 સપ્ટેમ્બરે કન્નડ અભિનેત્રી રાગીની દ્વિવેદી અને અન્ય બે લોકોની ધરપકડ કરી છે. આ પહેલા અપરાધ શાખાએ સવારે રાગીનીના ઘરે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. સીસીબી ટીમ સવારે છ વાગ્યે રાગીનીના ઘરે પહોંચી અને તલાશી બાદ બપોરે તેને ઓફિસ લઇ જઇ પુછપરછ કરી હતી.

ધરપકડ થનારા બે અન્ય લોકોમાં રિયલ એસ્ટેટ એજન્ટ રાહુલ અને વિરેન ખન્ના છે. અત્યારસુધી આ મામલામાં ચાર લોકોની ધરપકડ થઇ ચૂકી છે. સીસીબીએ બુધવારે જ રાગીનીને નોટિસ મોકલી હાજર થવાનું ફરમાન મોકલ્યું હતું. રાગીનીએ વકીલોની મદદથી સોમવાર સુધીનો સમય માગ્યો હતો. ત્યારબાદ તેઓને શુક્રવારે હાજર થવાનું કહેવામાં આવ્યું. બેંગલુરુ પોલીસ આયુક્ત કમલ પંતે કહ્યું કે અમે આરટીઓમાં ક્લાર્ક રવિની ધરપકડ કરી હતી. રવિ અને રાહુલ ખુદ ડ્રગ્સનું સેવન કરે છે અને બંને પેડલર તરીકે મોટી મોટી પાર્ટીમાં જતા હતા અને વિદેશીઓ પાસેથી ડ્રગ્સ લઇને તેને લોકલ માર્કેટમાં વિતરણ કરતા હતા.

તો આ પહેલા તેઓએ રવિ નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી જેની કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સારીએવી ઉઠબેઠ છે. રવિને માદક પદાર્થના મામલામાં એક વખત ધરપકડ કરવામાં આવી છે અને એક કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ હિરાસતમાં મોકલી દીધો.

માદક પદાર્થ નિયંત્રણ બ્યૂરો એનસીબીએ બેંગલુરુમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી જેના પર કન્નડ ફિલ્મ ઉદ્યોગના સિંગર અને કલાકારોને માદક પદાર્થ પહોંચાડવાનો આરોપ છે. ત્યારબાદ સીસીબીએ આ મામલામાં ગહન તપાસ શરૂ કરી હતી.

ફિલ્મ નિર્માતા અને પત્રકાર ઇન્દ્રજીત લંકેશે સેન્ડલવૂડમાં માદક પદાર્થના ઉપયોગને લઇને સીસીબી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. તેઓએ જણાવ્યું કે, અહીંના ફિલ્મ ઉદ્યોગના ઓછામાં ઓછા 15 લોકો માદક પદાર્થ સાથે જોડાયેલા વેપારમાં સામેલ છે.

દ્વિવેદીનો જન્મ બેંગલુરુમાં થયો છે જ્યારે તેમના પરિવારના તાર હરિયાણાના રેવાડી સાથે જોડાયેલા છે. તે 2009માં વીરા મદાકરી ફિલ્મથી સેન્ડલવૂડ આવી હતી. ત્યારે તેઓએ કેમ્પે ગૌડા, રાગીની આઇપીએસ, બંગારી અને શિવા જેવી ફિલ્મોમાં પ્રસિદ્ધિ મેળવી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page