Only Gujarat

International

આ ડોક્ટરે કોરોનાવાઈરસની શોધી એકદમ સાચી સારવાર, કર્યો છે આ દાવો

કોરોના વેક્સીન પર સમગ્ર દુનિયા નજર લગાવીને બેઠી છે. દરેક દેશ પોતાની રીતે તમામ યથાર્ગ પ્રયાસો કરી રહ્યા છે. ત્યાં સુધીમાં અલગ અલગ દવાઓ અને અલગ-અલગ ટ્રીટમેન્ટ દ્વારા કોરોનાની સારવાર કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના એક ડોક્ટરે કોરોના માટે એક નવી ટ્રીટમેન્ટની શોધ કરી છે.

ટ્રીટમેન્ટ થેરેપી તજજ્ઞ પ્રોફેસર થોમસ બોરોડી પેપ્ટિક, અલસરની સારવાર માટે પ્રસિદ્ધ છે. તેઓએ Ivermectin ટ્રિપલ એન્ટીબાયોટિકનો ઉપયોગ કરી કોરોના દર્દીની સારવાર માટે પાક્કી ટ્રીટમેન્ટ શોધી કાઢી છે. ઓસ્ટ્રેલિયન જીપીએ આજે COVID-19 માટે નવું એક પ્રોટોકોલ જાહેર કર્યું જેને કોરોના ટ્રીટમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

બોરોડીનું કહેવું છે કે આ 6-8 સપ્તાહની અંદર કોરોના મહામારીને ખતમ કરવાની સૌથી ઝડપી અને સુરક્ષિત રીતે હોઇ શકે છે. પ્રોફેસર થોમસ બોરોડીએ ત્રણ દવા મિલાવી આ થેરેપી વિકસાવી છે. જે ઇમ્યુનિટી વધારવાની સાથે કોરોનાના લક્ષણોને ઘટાડવામાં મદદ કરશે. તેઓએ કહ્યું કે Ivermectin ટેબલેટ કોરોનાની સારવાર માટે સૌથી સસ્તી, સુરક્ષિત અને સારી રીત છે. જો કે પ્રોફેસર બોરોડી પણ હાલ કોરોના વેક્સીન માટે રાહ કેમ જોઇ રહ્યાં છે.

આઇવરમેક્ટિન દવા સામાન્ય રીતે દાદ-ખંજવાડ, રિવર બ્લાઇન્ડનેસ અને પેરાસાઇડ ઇન્ફેક્શનની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિવાય આ દવા મલેરિયા, ઇંફ્લુએન્જા, ફાઇલેરિયા, ડેંગુ અને પેટમાં કીળા મારવામાં આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે પ્રોફેસર દુનિયાના બેસ્ટ ડોક્ટરોમાંથી એક છે. જે ડોક્ટરીમાં એમબી, બીએસ, બીએસસી, એમડી, પીએચડી, ડીએસસી, એફઆરએસીપી, એફએસીપી, એએફસીજી, એજીએએફ, એફઆરએસ જેવી ડિગ્રી મેળવી ચૂક્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page