Only Gujarat

Business

મુકેશ અંબાણીના વેવાણ મનમોહન સિંહ સાથે કરી ચૂક્યા છે કામ, જાણો આજે શું કરે છે ઈશાના સાસુમા?

એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ પોતાની પુત્રી ઇશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે કર્યા છે. આનંદ, પીરામલ એન્ટરપ્રાઇઝના માલિક અજય પીરામલ અને સ્વાતી પીરામલના પુત્ર છે. મુકેશ અંબાણીની વેવાણ સ્વાતી પીરામલનું પદ્મશ્રીથી પણ સન્માન થઇ ચૂક્યું છે.

સ્વાતી પીરામલે મુંબઇ વિશ્વવિદ્યાલયમાંથી 1980માં એમબીબીએસની ડિગ્રી લીધી. ત્યારબાદ તેઓ માસ્ટર્સની ડિગ્રી માટે હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ જતી રહી.

ઇશા અંબાણીની સાસુ સ્વાતી પીરામલ Piramal Enterprises ltdમાં વાઇસ ચેરપર્સનની જવાબદારી સંભાળે છે.

સ્વાતી પીરામલ મુંબઇના ગોપાલકૃષ્ણા પીરામલ હોસ્પિટલની ફાઉન્ડર પણ છે. સ્વાતી અનેક પબ્લિક હેલ્થ કેમ્પેઇન ચલાવી ચૂકી છે. પીરામલ ફાઉન્ડેશનની ડિરેક્ટર હોવાથી તેઓએ ગ્રામીણ સ્વાસ્થ્ય પર પણ ઘણું કામ કર્યું છે.

વીકીપીડિયામાં જણાવ્યા પ્રમાણે સ્વાતી પીરામલનું નામ 9 વખત 25 શક્તિશાળી મહિલાઓના લિસ્ટમાં આવી ચૂક્યું છે.

સ્વાતી પીરામલ 2010થી 2014 સુધી વડાપ્રધાન મનમોહન સિંહના સાઇન્ટિફિક એડવાઇઝરી કાઉન્સિલ અને કાઉન્સીલ ઓફ ટ્રેડ ફોર પીએમનો ભાગ રહી ચૂકી છે.

સ્વાતી પીરામલ આઇઆઇટી મુંબઇ અને હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના બોર્ડ મેમ્બર્સમાં પણ સામેલ છે.

સ્વાતી પીરામલને વર્ષ 2012માં દેશના પ્રતિષ્ઠિત નાગરિક સમ્માન પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા હતા.

તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી પાટિલે સ્વાતી પીરામલને આ સમ્માનથી નવાજ્યા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page