Only Gujarat

FEATURED National

પહેલાં 5 વર્ષની લાડલી સાથે બનાવ્યો સેલ્ફી વીડિયો ને પછી દીકરીની કરી હત્યા

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પિતાએ 5 વર્ષીય દીકરીને ફાંસીએ લગાવી પોતે પણ આત્મહત્યા કરી હતી. આ ઘટના પહેલા પિતા એ એક સેલ્ફી વીડિયો પણ બનાવ્યો હતો. આંધ્ર પ્રદેશના ચિત્તુરમાં શુક્રવારે (ચાર સપ્ટેમ્બર) ગણેશ નામની વ્યક્તિએ પોતાની 5 વર્ષીય દીકરીની હત્યા બાદ આત્મહત્યા કરી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે દીકરીનો મૃતદેહ બાથરુમમાં લટકતો હતો, જ્યારે પિતાનો મૃતદેહ રૂમના પંખા સાથે લટકી રહ્યો હતો. પોલીસે રૂમની તપાસ હાથ ધરતા તેમનેએક સેલ્ફી વીડિયો મળ્યો હતો, જેમાં ગણેશે પોતાના આ નિર્ણય પાછળની સંપૂર્ણ કહાણી જણાવી હતી.

વીડિયોમાં ગણેશે જણાવ્યું કે, છૂટાછેડા બાદ તે પોતાની પૂર્વ પત્ની પાસેથી બાળકની કસ્ટડી મેળવી શક્યો નહીં, તેથી આમ કર્યું. ગણેશે વીડિયોમાં જણાવ્યું કે, તેણે લવ મેરેજ કર્યા હતા પરંતુ પત્નીના આડાસંબંધોને લીધે તેણે છૂટાછેડા લઈ લીધા હતા.

છૂટાછેડા બાદ પત્ની દીકરીને ત્રાસ આપતી હતી અને આ જ કારણે ગણેશ બાળકીની કસ્ટડી મેળવવા માગતો હતો, જોકે તેને દીકરીની કસ્ટડી મળી શકી નહીં. અંતે તેણે દીકરી સાથે જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો.

You cannot copy content of this page