Only Gujarat

FEATURED International

સાઉદીમાં કાળી ચામડીવાળા ભોગવે છે નરકની યાતના, ખૌફનાક તસવીરો આવી સામે

રિયાધઃ જેલમાં કેદીઓને તેના ગુનાની સજા આપવામાં આવે છે. જેલમાં લોકોને માત્ર જરૂરી તેટલી જ વસ્તુઓ આપવામાં આવે છે. જો કે તેમની સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં નથી આવતો. સાઉદી અરબ તેમના દેશના કડક નિયમો માટે જાણીતું છે. અહીં નાની-નાની ભૂલો માટે પણ ભયંકર સજા આપવાની જોગવાઇ છે. આ સ્થિતિમાં અંદાજ લગાવી શકાય કે, અહીં જેલમાં કેદીઓ સાથે કેવી જાનવર જેવું વર્તન કરવામાં આવતું હશે.


સાઉદી અરબની જેલમાં કેદીઓને બેલ્ટથી મારવામાં આવે છે. આટલું ઓછું હોય તેમ તેમને મૃત કેદીઓની ડેડ બોડી પાસે સૂવડાવવામાં આવે છે. આ કેદીઓ વિશે મળતી માહિતી મુજબ તેઓ ગેરકાયદે રીતે આફ્રિકામાં ઝડપાયા હતા. ત્યાર બાદથી તેમને સજાના ભાગરૂપે રૂપે જેલમાં સતત ટોર્ચર કરવામાં આવે છે.

સાઉદી અરબના ડિટેન્શન સેન્ટરની કેટલીક તસવીરો લીક થઇ છે. અહીં આફ્રિકાના માઇગ્રેટને જાનવરોની જેમ જેલમાં ભરવામાં આવે છે. આ તસવીર કોરોના કાળમાં સામે આવી છે. સન્ડે ટેલિગ્રાફમાં છપાયેલી આ તમામ તસવીર હૃદયને હચમચાવી દેનાર છે. આ તસવીરમાં જોવા મળે છે કે એક નાનકડી જેલમાં મોટી સંખ્યામાં કેદીઓને જાનવરોની જેમ ભરવામાં આવ્યાં છે. તેમને જેલમાં ઢોરમાર મારવામાં આવે છે.


આ કેદીઓને બેલ્ટથી મારવામાં આવે છે અને તેમને કેદીઓની લાશ પાસે સૂવા માટે પણ મજબૂર કરવામાં આવે છે. કોરોના કાળમાં હાલ અચાનક જ સાઉદી અરબમાં ઇલીગલ માઇગ્રેટેસનું પ્રેશર વધી રહ્યું છે. આ રીતે ઝડપાયેલા કેદીઓને એક સાથે જેલમાં કેદ કરી દેવાયા છે.

સાઉદી અરબમાં બહુ નાના-નાના ગુના માટે પણ કડકમાં કડક સજાની જોગવાઇ છે. આ સ્થિતિમાં અહીં ગુનેગારોને મોત પહેલા જ મોતનો અનુભવ કરાવે તેવી યાતના આપવામાં આવે છે. સાઉદી અરબની લીક થયેલી તસવીરમાં જોઇ શકાય છે કે, તેમના કપડાં ઉતારીને તેમને બેલ્ટથી ઢોરમાર મારવામાં આવે છે. તસવીરમાં જમીન પર આળોટતા કેદી જોવા મળે છે. જેને ખૂબ જ ખરાબ રીતે મારવામાં આવે છે.

આફ્રિકાથી આ લોકો માત્ર નોકરીની શોધમાં સાઉદી અરબ આવ્યા હતા. જોકે કોરોનાના કારણે તેમની નોકરી જતી રહી. ત્યારબાદ સંક્રમણ ફેલાતું અટકાવવા માટે સાઉદી અરબની સરકારે તેમને જેલમાં કેદ કરવાનો નિર્ણય લીધો.

જો કે જેલમાં કેદીઓને જાનવરથી પણ બદતર સ્થિતિમાં રાખવામાં આવી રહ્યાં છે. જેલમાં ઓવરફ્લો ટોઇલે્ટસની વચ્ચે કેદીઓની તબિયત ખરાબ થવાનું પણ જોખમ છે. જો કે હજી સુધી આ મુદ્દે સાઉદી અરબની સરકારની કોઇ પ્રતિક્રિયા નથી આવી.

You cannot copy content of this page