Only Gujarat

FEATURED International

21 વર્ષ સુધી દીકરી સેક્સ ના માણે તો આ જગ્યાએ પરિવાર આપે છે ગ્રાન્ડ પાર્ટી

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાની જુલૂ પ્રજાતિમાં ઉમેમુલો નામની એક અનોખી પરંપરા છે. ઘણા દાયકાઓથી ચાલતી પરંપરા અનુસાર, જો મહિલાઓ 21 વર્ષની વય સુધી વર્જીન હોય તો તેને ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરવામા આવે છે. આ માટે સંપૂર્ણ પરિવાર તેની ઉજવણી કરે છે. યુવતીના માનમાં પ્રાણીની બલિ ચઢાવવામાં આવે છે અને તેને ઘણા પૈસા તથા ભેટ આપવામાં આવતી હોય છે.

થેમ્બેલા નામની એક મહિલા જુલૂ સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે તેણે વોઈસ ઈન્ડિયા માટે લખેલા આર્ટિકલમાં અંગે માહિતી આપી હતી. જેમાં તેણે જણાવ્યું કે, ‘એક મહિલા તરીકે તમારે આ પરંપરાનું પાલન કરવું પડે છે. જો તમે આમ નથી કરતા તો એવું માની લેવામાં આવે છે કે તમે વર્જીન નથી અને કોઈ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ માણી ચૂક્યા છો.’

‘જુલૂ સંસ્કૃતિમાં લગ્ન અગાઉ સેક્સને અપવિત્ર માનવામા આવે છે. જોકે તે પોતે નથી માનતી કે માત્ર સેક્સને કારણે મહિલાને ઓછી આંકવામા આવે. આ વસ્તુ મહિલા અને પુરુષ બંને માટે સમાન હોવી જોઈએ. મને આ જાણીને નવાઈ લાગે છે કે અમારા સમાજમાં પુરુષો માટે આવા કોઈ માપદંડ નથી.’

થેમ્બેલાએ કહ્યું કે, ‘ઘરમાં સૌથીમોટી દીકરી હોવાના કારણે મારે તો આ પરંપરા નીભાવવાની જ હતી. મારા 21 વર્ષ પૂર્ણ થવાના 6 મહિના અગાઉ પરિવારજનોએ આની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મારી માતાએ મને ડેકોરેશન્સ માટેના રંગો અંગે સવાલ ક્યા હતા. આ ઉપરાંત મને પ્રશ્નો પૂછીને એ પણ કન્ફર્મ કર્યું હતું કે, હું વર્જીન છું કે નહીં. મારો કોઈ પ્રેમી ના હોવાના કારણે હું વર્જીન જ હતી. જોકે મારી માતા મારા જવાબથી સંતુષ્ટ નહોતી. તેમણે મને એક સમારોહમાં લઈ જવાનો નિર્ણય કર્યો જ્યાં એક યુવતીની ઉમેમુલો પરંપરા ચાલી રહી હતી. ત્યાં એક મહિલા દ્વારા મારી માતાએ કન્ફર્મ કરાવ્યું કે હું વર્જીન છું.’

થેમેબ્લાએ કહ્યું કે,‘અમુક મહિના બાદ ઉમેમુલો પરંપરામાં મારો વારો હતો. સમારોહમાં 200 લોકો આવ્યા હતા. પરંપરાગત વેશભૂષા અનુસાર, મારે ટોપલેસ થવાનું હતું અને ગાયના ફેટી ટિશૂને પોતાના શરીર પર પહેરવાનું હતું વડીલો માનતા કે જો ટિશૂ સેરેમની દરમિયાન ફાટી જાય તો યુવતી વર્જીન હોવાનું નાટક કરે છે અને ખોટું બોલી રહી છે. હું ભાગ્યશાળી રહી કે મારા કેસમાં આમ ના થયું. આ સેલિબ્રેશન દરમિયાન મને માતા-પિતા તરફથી ભેટ તરીકે કાર મળી હતી. આ ઉપરાંત ગાયની બલિ ચઢાવવામાં આવી હતી. જેની કિંમત 75 હજાર રૂપિયા હતી. અમુક મહેમાનોએ પણ મને રોકડા પૈસા આપ્યા હતા, જે કુલ 50 હજાર હતા. મારા પરિવારે આ સેલિબ્રેશન માટે 5 લાખ રૂપિયા જેટલી રકમનો ખર્ચ કર્યો હતો.’

‘આ સેરેમની સુંદર હતી, મહેમાનો ઘણા ખુશ હતા અને ઘણા લોકો વર્જીન યુવતી એટલે કે મારી સાથે ફોટો પડાવવા માગતા હતા. આ સેરેમની બાદ મારા ખભા પરથી એક બોજ ઓછો થયો. જોકે મને આનંદ છે કે બધુ સરળતાથી પતી ગયું. મારે એમ પણ કહેવું છે કે, સંસ્કૃતિમાં માત્ર મહિલાઓ પર જ શા માટે દબાણ લાદવામા આવે છે. કોઈ પુરુષ માટે કેમ આવી પરંપરા નથી.’

‘જો મહિલાઓ માટે લગ્ન અગાઉ વર્જીન રહેવું જરૂરી છે તો પુરુષો માટે પણ આવું હોવું જોઈએ. વાસ્તવિકતા એ પણ છે કે, હજારો યુવતીઓ આ પરંપરામાં ભાગ લે છે. જો તેમાં ફ્રીડમ ઓફ ચોઈસ રહે તો ઈવેન્ટ ઘણી સારી રહે છે. હું એ સ્થિતિની કલ્પના પણ નથી કરી શકતી કે જો હું વર્જીન ના હોત તો મારા ઘરમાં કેવો માહોલ હોત.’

You cannot copy content of this page