Only Gujarat

FEATURED National

અશ્લીલ મેસેજ મોકલી જીજાજી જ આપતો હતો ધમકી, સાળીએ ભર્યું આવું પગલું

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જ્યાં જીજાજીથી પરેશાન થઇને સાળીએ આપઘાત કરી લીધો. જીજાજી અશ્લીલ મેસેજ મોકલી સાળી પર સંબંધ બાંધવાનું દબાણ કરતો અને ધમકી આપતો હતો. આ વાતથી કંટાળી એક પરીણિતાએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી.

આ ઘટના ભરતપુરના અટલબંધ થાના વિસ્તારની છે. અહીં 25 વર્ષિય પરીણિતાએ પોતાના જીજાજીથી તંગ આવી ઘરમાં ફાંસીનો ફંદો લગાવી આત્મહત્યા કરી લીધી. મૃતકાએ સુસાઇડ નોટમાં આત્મહત્યા માટે પોતાના જીજાજી પર આરોપ લગાવ્યો છે. આ સિવાય પોલીસને મૃતકના મોબાઇલમાં અશ્લીલ મેસેજ મળ્યા છે જે મૃતકના જીજાજી તરફથી મોકલવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે મેસેજમાં આડાસંબંધ બનાવવા માટે ધમકી પણ આપવામાં આવી છે. આ તમામ પૂરાવાના આધારે પોલીસ તપાસ કરી રહી છે. મૃતકના સસરાએ જણાવ્યં કે તેની પુત્રવધુએ પોતાના જીજાજીથી તંગ આવી આત્મહત્યા કરી લીધી છે. પપ્પુ નામના આ શખ્સ અંદાજે એક વર્ષથી પોતાની સાળીને તંગ કરી રહ્યો હતો.

જાણકારી પ્રમાણે મૃતકાના લગ્ન ઇંદિરા કોલોનીમાં રહેતા એક વ્યક્તિ સાથે ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેની એક વર્ષની પુત્રી પણ છે. એવું પણ કહેવામાં આવ્યું કે મૃતકાએ આ અંગે પોતાના પરિવારજનોને જાણકારી પણ આપી હતી.

પોલીસ અધિકારી સતીશ વર્માએ જણાવ્યું કે પરીણિતા પોતાના જ ઘરમાં ફાંસીના ફંદામાં લટકાયેલી મળી. જ્યાં તેનું મોત થઇ ગયું. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે. સુસાઇડ નોટના આધારે તપાસની કાર્યવાહી કરવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page