Only Gujarat

National TOP STORIES

ભારતનું છે આ પ્રાચીન મંદિર, ભક્તોની થાય છે દરેક કામના પૂરી પણ કિન્નરને મળ્યો હતો શ્રાપ

વડવાની: કોરોના વાયરસના સંક્રમણે હાલ દરેક તહેવાર અને ઉત્સવની રોનક ઝાંખી કરી દીધી છે. મધ્યપ્રદેશના વડવાનીના નાગલવાડી શિખરધામમાં આવેલ 700 વર્ષ પ્રાચીન મંદિર ભીલટદેવમાં આ વખતે નાગપંચમીના દિવસે પણ સન્નાટો છવાયો રહ્યો. નાગપંચમી અવસરે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુની ભીડ ઉમટે છે અને પૂજન અર્ચન કરે છે પરંતુ કોરોનાએ આ અવસર છીનવી લીધો. એક દંતકથા મુજબ કહેવાય છે કે, ભીલટદેવ અહીં નાગદેવતાના રૂપે વાસ કરે છે. આ ધામ ગાઢ જંગલમાં પહાડ ઉપર આવેલું છે.

રાજપુર તાલુકામાં આવેલ આ મંદિર દર વર્ષે મેળો ભરાય છે. આ સ્થાન સાથે જોડાયેલી એક દંત કથાના કારણે આ ધામ લોકોના આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. કહેવાય છે કે, એક વખત આ ધામ પર એક દિવસ કિન્નર આવી અને તેમણે તેમના માટે સંતાનની કામના કરી. બાબાએ એમને આશીર્વાદ આપ્યા અને તે ગર્ભવતી બની ગઇ. જો કે તેનું શરીર બાળકને જન્મ આપવા માટે સક્ષમ ન હતુ.જેથી બાળકનું ગર્ભમાં જ મોત થઇ ગયું. આ કારણથી બાબાએ શ્રાપ આપ્યો હતો કે, કોઇપણ કિન્નર નાગલવાડીમાં નહીં રોકાઇ શકે. આ મંદિર નજીક એ કિન્નરની પણ સમાધિ છે. તો આવો જાણીએ આ અદભૂત રહસ્યમય સ્થાન વિશે અન્ય કઇ દિલચશ્ય કહાણી જોડાયેલી છે.


કોણ હતા ભીલટદેવ બાબા? 853 વર્ષ પહેલા મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં નદી કિનારે આવેલ રોલગામ પાટનના એક ગવલી પરિવારમાં ભીલટ બાબાનો જન્મ થયો હતો. તેમના માતા મેદાબાઇ અને પિતા નામદેવ મહાદેવના પરમ ભક્ત હતા. તેમણે શિવજીની કઠોર તપસ્યા કરી હતી. ત્યારબાદ બાબાનો જન્મ થયો. કહેવાય છે કે શિવ પાર્વતીએ આ નામદેવ પાસેથી વચન લીધું હતું કે તે રોજ દૂધ-દહીં માંગવા આવશે.જો તે તેમને નહીં ઓળખી શકે તો બાળકને ઉઠાવીને લઇ જશે. એક દિવસ મા-બાપ ભૂલી ગયા અને શિવજી બાળકને ઉઠાવીને લઇ ગયા. સંતાનના બદલામાં શિવજી પારણામાં ગળામાં રહેલા નાગ નાખી દીધો. આ દંપતીએ આ નાગને જ તેનું સંતાન સમજીને પાલન પોષણ કર્યું. આ કારણથી બાબાને લોકો નાગદેવતા માનીને પૂજે છે.

એક દંતકથા એવી પણ છે કે, ભીલટબાબા મંત્ર-તંત્રમાં પારંગત હતા. તેમણે લાંબો સમય કામાખ્યા મંદિરની આસપાસ વિતાવ્યો હતો. તેમણે તંત્ર મંત્રથી લોકોને પરેશાન કરતા તાંત્રિકોને પણ પાઠ ભણાવ્યાં હતા.ભીલટ મંદિર આજે જે સ્વરૂપે દેખાય છે, તેનું નિર્માણ 2004માં થયું હતું. મંદિરને ગુલાબી પથ્થરથી બનાવવામાં આવ્યું હતું. આ મંદિર બડવાનીથી 74 કિલોમીટર દૂર અને ખરગોનથી 50 કિલોમીટર દૂર આવેલું છે. સતપુડાના ઘનઘોર જંગલમાં પહાડ પર આવેલું આ મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.

કહેવાય છે કે નાગપંચમીએ આવનાર શ્રદ્ધાળુની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. જો કે આ વખતે કોરોના સંકટને કારણે મેળોનું આયોજન રદ્દ કરાયું છે.

કહેવાય છે કે., બાબા ભીલટદેવના લગ્ન બંગાળની રાજકુમારી રાજલ સાથે થયા હતા. જો કે તેમણે તેમની શક્તિનો સદઉપયોગ કરવા અને લોકોની સેવા કરવા માટે શિખર પર જ તેમનું ધામ વસાવ્યું હતું. આ મંદિર ભક્તો માટે આસ્થાનુ ધામ છે. બારેય માસ અહીં શ્રદ્ધાળુની ભીડ રહે છે. જો કે હાલ કોરોના સંકટના કારણે દર્શનાર્થીઓ માટે પ્રતિબંધ મૂકાયો છે.

You cannot copy content of this page