Only Gujarat

International TOP STORIES

ધરતી તરફ આવી રહ્યો છે કુતુબમીનારથી પણ 4 ગણો મોટો ઉલ્કાપિંડ!

માત્ર બે દિવસ પછી પૃથ્વીની બાજુમાંથી ખૂબ મોટો એસ્ટરોઇડ પસાર થશે. આ એસ્ટરોઇડ દિલ્હીના કુતુબ મીનારથી ચાર ગણો અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા ત્રણ ગણો મોટો છે. જૂનમાં પૃથ્વી પરથી પસાર થનારું આ ત્રીજો ગ્રહ છે. આ અગાઉ, 6 અને 8 જૂને, એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થયા હતા.

આ એસ્ટરોઇડનું નામ 2010 એનવાય 65 છે. તે 1017 ફુટ લાંબી છે. એટલે કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા લગભગ ત્રણ ગણો અને કુતુબ મીનારથી ચાર ગણો મોટો છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી 310 ફુટ અને કુતુબ મીનાર 240 ફુટ ઉંચો છે.

આ એસ્ટરોઇડ 46,400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યું છે. આ એસ્ટરોઇડ 24 જૂને બપોરે 12.15 વાગ્યે પૃથ્વીની નજીકથી પસાર થશે. યુએસ સ્પેસ એજન્સી નાસાના અંદાજ મુજબ તે પૃથ્વીથી લગભગ 37 લાખ કિલોમીટર દૂરથી નીકળશે.

નાસાના વૈજ્ઞાનિકો તે તમામ એસ્ટરોઇડને પૃથ્વી માટેનું જોખમ માને છે, જે પૃથ્વીથી 75 લાખ કિલોમીટરની દૂરીથી પસાર થાય છે. આ ઝડપી ગતિશીલ અવકાશી પદાર્થોને નીયર અર્થ ઓબ્જેક્ટ્સ (NEO)કહેવામાં આવે છે.

સૂર્યની આસપાસ ફરતા નાના અવકાશી પદાર્થોને એસ્ટરોઇડ અથવા ક્ષુદ્રગ્રહ કહેવામાં આવે છે. તેઓ મુખ્યત્વે મંગળ અને ગુરુ વચ્ચેના એસ્ટરોઇડ પટ્ટામાં જોવા મળે છે. કેટલીકવાર તેઓ પૃથ્વીને પણ નુકસાન પહોંચાડે છે.

જૂનમાં એસ્ટરોઇડ પસાર થવાની આ ત્રીજી ઘટના છે. પ્રથમ ગ્રહ પૃથ્વી પરથી 6 જૂને પસાર થયો હતો. તેનો વ્યાસ 570 મીટર હતો. તે પૃથ્વી પરથી 40,140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થયું હતું. તેનું નામ 2002 એનએન 4 હતું.

આ પછી, 8 જૂનનું એસ્ટરોઇડ 2013એક્સ 22 એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થયો ગતો. તેની ગતિ પ્રતિ કલાક 24,050 કિલોમીટર હતી. તે પૃથ્વીથી આશરે 30 લાખ કિલોમીટર દૂરથી પસાર થયો હતો.

જણાવી દઇએ કે 2013માં રશિયામાં ચેલ્યાબિન્સ્ક એસ્ટરોઇડ પડ્યો હતો. તેના પડવાથી 1 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. હજારો મકાનોની બારી અને દરવાજા તુટી ગયા હતા.

You cannot copy content of this page