Only Gujarat

FEATURED National

ચીની ઓફિસરને ઉપાડી લઈને આવ્યા હતા પંજાબ રેજિમેન્ટના જાંબાજ જવાન

ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ વચ્ચે ભારતીય સૈનિકોએ કેવી રીતે જાંબાજી દેખાડી હતી તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે લડાઇ દરમિયાન બહાદૂર શિખ સૈનિક ચીનના એક ઓફિસરને ઉપાડીને લઇ આવ્યા હતા. બાદમાં જ્યારે ચીની સેનાએ ભારતના 10 જવાન છોડ્યા ત્યારે આ ઓફિસરને પણ છોડી દેવામાં આવ્યા હતા.

આ ઘટના 15 જુનની રાતની છે. એ સમય સુધી કર્નલ સંતોષ બાબુ પર થયેલા હુમલા બાદ ભારતીય સેના ગુસ્સાથી લાલચોળ થઇ ગઇ હતી. બદલા લેવા માટે બિહાર રેજિમેન્ટની સાથે સાથે પંજાબ રેજિમેન્ટના શિખ સૈનિક પણ ચીની ખેમામાં પહોંચ્યા. ન્યૂઝ ચેનલ એબીપીના રિપોર્ટ પ્રમાણે ત્યાં પહોંચી શિખ સૈનિકે ચીની સૈનિકો પર જોરદાર પ્રહાર કર્યો અને પછી ચીની ઓફિસરને ઉઠાવી લઇ આવ્યા. આ પહેલા બિહાર રેજિમેન્ટની બહાદૂરના કિસ્સા સાંભળવામાં આવ્યા હતા. કે બિહાર રેજિમેન્ટે એવું રૌદ્ર રૂપ દેખાડ્યું હતું કે અનેક ચીની સૈનિકોની ડોક જ ઉખાડી નાખી હતી. આ બધું કમાન્ડિંગ ઓફિસર સંતોષ બાબુ પર થયેલા હુમલા બાદ થયું હતું.

ગલવાન વૈલીમાં 15 જુનની રાતે થયેલી લોહીયાળ અથડામણ સતત 6-7 કલાક જ નહોંતી ચાલી પરંતુ આ દરમિયાન ત્રણ ઝડપ થઇ હતી. પ્રથમ ઝડપમાં મોટાભાગે હાથાપાઇ થઇ, બીજી ઝડપમાં ચીની સૈનિકોએ કાંટાળા રોડનો ઉપયોગ પણ કર્યો અને ત્રીજી ઝડપમાં ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પાર કરી પોતાના શહીદ સીઓ અને જવાનોનો બદલો લીધો. ઝડપમાં બંને તરફના સૈનિકો નીચે નદીમાં પડી ગયેલા અને ચીનના એક કમાન્ડિંગ ઓફિસર સહિત કેટલાક સૈનિકો પણ ભારતીય સેનાના કબઝામાં હતા જેઓને ગુરુવારની રાતે છોડવામાં આવ્યા. જ્યારે 10 ભારતીય સૈનિકો સ્વસ્થ હાલતમાં પરત આવ્યા હતા.

15 જુનની રાતે અંદાજે 7 વાગ્યે કર્નલ સંતોષ બાબુ અને તેની સાથે 35-40 સૈનિક ગલવાન વૈલીમાં પેટ્રોલિંગ પોઇન્ટ-14 પર પહોંચ્યા તો જોયું કે ચીની સૈનિકોનો એક ટેન્ટ ત્યાં છે જ્યારે વાતચીતના હિસાબથી હટાવવાના પ્રયાસ થવા જોઇએ. જ્યારે ટેન્ટ હટાવવાનું કહેવામાં આવ્યું તો ચીની સૈનિકોએ હુમલો કરી દીધો. ત્યારબાદ બંને પક્ષે છૂટ્ટાહાથની મારામારી થઇ અને પથ્થરમારો પણ થયો. આ પહેલી ઝડપમાં ભારતીય સૈનિક ચીની સૈનિકો પર ભારે પડ્યા.

થોડા સમય સુધી આ ઝડપ શાંત રહી ત્યારબાદ ભારતીય સેનાની બીજી ટીમ પણ ત્યાં બોલાવી લેવામાં આવી કારણ કે અંદાજો આવી ગયો હતો કે ચીની સૈનિક વધુ હરકત કરી શકે છે. આ દરમિયાન ચીની સૈનિકોની પણ એક મોટી ટીમ ત્યાં આવી ગઇ. પછી શરૂ થઇ બીજી ખુની ઝડપ. આ ઝડપમાં સીઓ સંતોષ બાદુ સહિત કેટલાક જવાન નીચે નદીમાં પડી ગયા. ચીન તરફથી મોટી સંખ્યામાં સૈનિક ઘાયલ થઇ ગયા જેઓને બહાર કાઢવામાં આવ્યા. સીઓ સંતોષ બાબુની બોડી જોઇ પલટનનો ગુસ્સો બહાર આવ્યો.

હવે આ માત્ર ઝડપ નહીં પરંતુ પલટ માટે મીઠું અને નિશાનનો સવાલ હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોતાના સીઓના શહીદ થવાના ન્યૂઝ સાંભળી પલટને સમય ગુમાવ્યા વગર ચીની સૈનિકોનો બદલો લેવાનું નક્કી કર્યું અને પછી 16 બિહાર રેજિમેન્ટના જવાન કંપની કમાન્ડરના નેતૃત્વમાં નિકળી પડ્યા. તેઓએ ચીની સૈનિકોનો તેમના વિસ્તારમાં જઇને બદલો પૂરો કર્યો.

16 બિહાર રેજિમેન્ટના સૈનિકો અને 3 ફિલ્ડ રેજિમેન્ટના ગનરે નિયંત્રણ રેખા પાર કરી અને ચીની સૈનિકો પર તૂટી પડ્યા. ભારતીય સૈનિકોની ચીની સૈનિકો પર આ સ્ટ્રાઇક અડધી રાત બાદ થઇ. ચીની સૈનિકો આ માટે તૈયાર ન હતા અને ભારતીય સૈનિકોએ પોતાના સીઓ અને અન્ય સાથીઓનો બદલો પૂરો કર્યો. ત્યારબાદ પણ બંને તરફથી અનેક સૈનિક નદીમાં પડ્યા.

ભારતીય સેનાના 10 સૈનિક જ્યાં ચીનના કબજામાં રહ્યાં તો ચીની સેનાના એક કમાન્ડિંગ ઓફિસર સહિત કેટલાક જવાન પણ ભારતીય સેનાના કબજામાં હતા જેઓએ ગુરુવાર રાતે છોડવામાં આવ્યા. જો કે સેનાના એક અધિકારીએ કહ્યું કે આ એક બીજા સૈનિકોને બંદી બનાવવા જેવો મામલો ન હતો. બંનેના કેટલાક સૈનિકો એક બીજાના વિસ્તારમાં હતા.

કેટલાક તો એ રાતે જ પરત મોકલી દેવામાં આવ્યા જ્યારે કેટલાકને બાદમાં મોકલવામાં આવ્યા. આ દરમિયાન તેઓને મેડિકલ હેલ્પ પણ આપવામાં આવી. કેન્દ્ર સરકારના મંત્રી અને પૂર્વ આર્મી ચીફ જનરલ વી કે સિંહે પણ કહ્યું કે ચીનના સૈનિક પણ આપણી પાસે હતા પરંતુ તેઓને બંદી બનાવવાની સ્થિતિ ન હતી.

કેટલાક તો એ રાતે જ પરત મોકલી દેવામાં આવ્યા જ્યારે કેટલાકને બાદમાં મોકલવામાં આવ્યા. આ દરમિયાન તેઓને મેડિકલ હેલ્પ પણ આપવામાં આવી. કેન્દ્ર સરકારના મંત્રી અને પૂર્વ આર્મી ચીફ જનરલ વી કે સિંહે પણ કહ્યું કે ચીનના સૈનિક પણ આપણી પાસે હતા પરંતુ તેઓને બંદી બનાવવાની સ્થિતિ ન હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page