Only Gujarat

Bollywood FEATURED

કરણ જોહરના શોમાં સુશાંત સિંહના અભિનયને લઈને આ અભિનેત્રીએ શું કરી મોટી વાત?

સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ પરિવાર અને મિત્રો માટે કોઇ સદમાથી ઓછું નથી. સુશાંતના જવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે એક પ્રતિભાશાળી અભિનેતા ગુમાવ્યો છે. સુશાંતના નિધન બાદથી સતત તેમના જૂના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. હવે કૃતિ સેનનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે સુશાંતના અભિનયને રેંક આપતી નજર આવી રહી છે.

આ વીડિયો ગત વર્ષનો છે જ્યારે કૃતિ સેનન અને કાર્તિક આર્યન ચેટ શો કોફી વિથ કરણમાં પહોંચ્યા હતા. આ દરમિયાન રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન કરણ જોહર અનેક અભિનેતાનું નામ લે છે અને તેના અભિનય ક્ષમતાના હિસાબથી રેન્ક કરવાનું કહે છે.

કરણ જોહર જે અભિનેતાઓનું નામ લે છે તેમાં કાર્તિક આર્યન, સુશાંત સિંહ રાજપૂત, આયુષ્માન ખુરાના, ટાઇગર શ્રોફ અને વરુણ ધવન હોય છે. કૃતિ સેનને આ દરમિયાન સૌથી પહેલું નામ સુશાંતનું લીધું. ત્યારબાદ વરુણ ધવન, કાર્તિક આર્યન, આયુષ્માન ખુરાના અને ટાઇગર શ્રોફને રેન્કમાં રાખે છે.

ઉલ્લેખનીય છે કે સુશાંત અને કૃતિએ ફિલ્મ રાબતામાં સાથે કામ કર્યું હતું. એ સમયે બંનેના અફેયરની વાત ચર્ચામાં આવી હતી પરંતુ બંનેમાંથી કોઇએ પણ આ વાતનો ખુલ્લીને સ્વીકાર્ય કર્યો ન હતો. સુશાંતના નિધન બાદ કૃતિ તેના અંતિમ સંસ્કારમાં પણ પહોંચી હતી.

જો કે કૃતિનો આ વીડિયો જોઇ સુશાંતના પ્રશંસક ખુબ જ ભાવુક થઇ ગયા. એક યૂઝર્સે કોમેન્ટ કરતાં લખ્યું કે તે સુશાંતના ટેલેન્ટને જાણતી હતી કે કેવી રીતે તે મહેનત કરતો હતો. એક અન્ય યૂઝર્સે લખ્યું કે કૃતિ અને શ્રદ્ધા બંનેનો ફેવરિટ હતો સુશાંત.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page